Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ચાસમાંડવામાં આદિવાસી સંસ્કૃતિક મહાસંમેલન યોજાયું

ચાસમાંડવામાં આદિવાસી સંસ્કૃતિક મહાસંમેલન યોજાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૧ ઃ  ધરમપુર તાલુકાના ચાસમાંડવા ગામે ઍન્જેલ ખાતે પાર તાપી–નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે વિશાળ આદિવાસી સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રમુખ બારકુંભાઈ અને સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં વાંસદા–ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહ્ના હતાં.
ઉલ્લેખનીય છે કે ૨૦/૦૨/૨૦૨૨ના રોજ આ જ સ્થળેથી પાર્થા પરિવાર યોજના સામે વિરોધ નોંધાવી ધારાસભ્ય અનંત પટેલે રણશિંગું ફૂંક્યું હતું, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી હતી. કાર્યક્રમ દરમિયાન ‘જળ, જંગલ અને જમીન બચાવો’ના સંદેશ સાથે આંદોલન આજે પણ અડગ અને સક્રિય છે તે વાત ભારપૂર્વક રજૂ કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિવિધ કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યો, ગીતો અને સંસ્કૃતિની ઝાંખી કરાવતી અનેક લોકકલાત્મક રજૂઆતો કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત લોકોઍ વધાવી લીધી હતી. આ પ્રસંગે ડાંગના માજી ધારાસભ્ય મંગળભાઈ ગામિત, મહારાષ્ટ્રના લકીભાઈ, ગુજરાત હાઈકોર્ટના વકીલશ્રી આરતીબેન ભીલ, ડૉ. નીરવભાઈ પટેલ, વાંસદા તાલુકા પ્રમુખ નિકુંજભાઈ, ઉનાઈ ગામના સરપંચ મનીષભાઈ તેમજ વિવિધ ગામોના સરપંચશ્રીઓ, તાલુકા તથા જિલ્લા પંચાયત સભ્યો અને આદિવાસી હક-અધિકાર માટે લડતા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.
આ કાર્યક્રમ માત્ર સંસ્કૃતિક મેળાવડો નહીં, પરંતુ આદિવાસી અસ્તિત્વ અને અધિકાર માટેની લડતનો સંકલ્પ સમારોહ બની રહ્ના હતો.