Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પૈખેડના જોખમી ઘાટમાં ગ્રામજનોઍ વનકર્મીઅોને દાદ ન આપી રસ્તાનું કામ હાથ ધયુ*

પૈખેડના જોખમી ઘાટમાં ગ્રામજનોઍ વનકર્મીઅોને દાદ ન આપી રસ્તાનું કામ હાથ ધયુ*


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૨૭ ઃ ઉલસપિંડીથી નાનીકોસબાડી/પૈખેડ તરફ જતો જંગલ માર્ગ લાંબા સમયથી જોખમી ઘાટ અને તીવ્ર વળાંકોને કારણે જ્યાં છેલ્લા અઠવાડિયામાં અહીં બે અકસ્માતોની ઘટના બનતા ગ્રામજનોમાં રોષ અને ચિંતા ફરી વળી છે.

આ માર્ગને લઈને ઉલસપિંડી, તુતરખેડ, કોસબાડી  વિસ્તારના ગ્રામજનોઍ તા. ૧૭-૦૧-૨૦૨૬ના રોજ પંગારબારી રેન્જ ફોરેસ્ટ કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ તા. ૨૧-૦૧-૨૦૨૬ના રોજ મામલો આર ઍન્ડ બી વિભાગ સુધી પહોંચાડાયો હતો અને તા. ૦૨-૦૨-૨૦૨૬ના રોજ વલસાડ વન સંરક્ષક કચેરીઍ પણ રજૂઆત કરવામાં આવી હતી.

તે સમયે આરઍફઓ હીનાબેન પટેલ દ્વારા જણાવાયું હતું કે હાલના રસ્તાના રિસર્ફેસિંગ માટે મંજૂરી છે, પરંતુ આશરે ૧૫૦ મીટરનો ભાગ ફોરેસ્ટ જમીનમાં આવતો હોવાથી કાયદેસરની મંજૂરી આવશ્યક છે. આર ઍન્ડ બી વિભાગ દ્વારા જરૂરી પ્રસ્તાવ પ્રક્રિયા હેઠળ હોવાનું જણાવાયું હતું. આર ઍન્ડ બી વિભાગ દ્વારા આગળની કાર્યવાહી પૂર્ણ કરી ને  મહિનો વિતવા આવ્યો હોવા છતાં વન વિભાગ તરફથી કામગીરી શરૂ ન થતા ગ્રામજનોમાં અસંતોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોઍ આક્ષેપ કર્યો છે કે, વારંવાર રજૂઆત છતાં કોઈ ઠોસ પગલાં લેવાતા નથી, જેના કારણે નિર્દોષ લોકો અકસ્માતોના ભોગ બની રહ્ના છે. આ વચ્ચે મામલાઍ નવો વળાંક લીધો છે. સતત વિલંબ અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં લઈ ગ્રામજનોઍ સ્વખર્ચે જેસીબી મશીન મંગાવી ઘાટના જોખમી વળાંક સુધારવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાની માહિતી પ્રા થવા પામી છે  આ કાર્ય દરમિયાન ફોરેસ્ટ ખાતાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી કામ બંધ કરાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ ગ્રામજનો અડગ રહી કામગીરી ચાલુ રાખી હતી    ગ્રામજનોઍ જણાવ્યું કે, લાંબા સમયથી રજૂઆતો છતાં કોઈ સંતોષકારક કાર્યવાહી ન થતા મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું છે. પ્રશ્ન માત્ર ૧૫૦ મીટરનો નથી, લોકોની જાનસુરક્ષા સાથે સંકળાયેલો છે, ઍમ સ્થાનિકોઍ જણાવ્યું હતું

હવે પ્રશ્ન ઍ છે કે શું સંબંધિત વિભાગો લોકોની સુરક્ષાને પ્રાથમિકતા આપીને ઝડપથી નિર્ણય લેશે કે પછી ગ્રામજનોનો આ સંઘર્ષ વધુ તીવ્ર બનશે — ઍ જોવું રહ્નાં.