દેવધા ડેમમાં યુવાને મોતની છલાંગ લગાવી
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા.૨૭ ઃ બીલીમોરા નજીક આવેલા દેવધા ગામે અંબિકા નદી પરના ડેમમાં શુક્રવારે સવારે દેસરા સ્થિત ઓરિયા મોરા વિસ્તારમાં રહેતા ૩૮ વર્ષીય યુવાને પોતાના મિત્રોની હાજરીમાં જ ડેમના ઉંડા પાણીમાં પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં યુવાને લાંબી બીમારીથી કંટાળીને આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. બીલીમોરા ના ઓરિયા મોરા વિસ્તારમાં રહેતા જીતેશ અરવિંદભાઈ પટેલ (ઉં.વ. ૩૮) શુક્રવારે સવારે પોતાના મિત્રો સાથે દેવધા ડેમ પર ગયા હતા. ડેમ પર વાતોચીતો દરમિયાન અચાનક જ જીતેશે મિત્રો કશું સમજે તે પહેલાં જ નદીના ઉંડા પાણીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. મિત્રોઍ બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી અને તુરંત તંત્રને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ બીલીમોરા પોલીસ કાફલો અને નગરપાલિકાના ફાયર ફાઈટરના જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તરવૈયાઓની મદદથી નદીના ઉંડા પાણીમાં કલાકો સુધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અંતે જીતેશ પટેલનો નિષ્પ્રાણ દેહ મળી આવતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસના સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ, જીતેશ છેલ્લા કેટલાક સમયથી બીમારીથી પીડાતો હતો. બીમારીના કારણે માનસિક તણાવમાં રહેતા તેણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્નાં છે. ઍકના ઍક પુત્રના આવા અકાળે અવસાનથી વૃદ્ધ માતાઍ પોતાનો જીવંત સહારો ગુમાવતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નોંધનીય છે કે દેવધા ડેમ છેલ્લા કેટલાક સમયથી સુસાઈડ પોઈન્ટ બનતો જઈ રહ્ના હોય તેમ અગાઉ પણ અહીં અનેક આત્મઘાતી અને અકસ્માતની ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે ડેમ પર સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બીલીમોરા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
