Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નાનાપોîઢાના ડુંગરી ફ.થી વારલી મટકાનો જુગાર રમાડનાર ઝડપાયો

નાનાપોîઢાના ડુંગરી ફ.થી વારલી મટકાનો જુગાર રમાડનાર ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૭ ઃ  નાનાપોંઢા ના ડુંગરી ફળીયા ખાતેથી વરલી મટકાનો જુગાર રમાડતા ઍક ઇસમને ઍલ.સી.બી.ઍ રંગેહાથ ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપિયા સહિતનો મુદામાલ જ કર્યો છે.

ઍલ.સી.બી. વલસાડની ટીમ નાનાપોંઢા વિસ્તારમાં પ્રોહિ ગુનાઓ અંગે પેટ્રોલિંગમાં હતી.

પેટ્રોલિંગ દરમિયાન ઍલ.સી.બી.ના અ.હે.કો. મહેન્દ્ર ગુરજીભાઈ ગામીતને મળેલી ખાનગી બાતમીના આધારે મોજે નાનાપોલ, ડુંગરી ફળીયા, વાપી–નાનાપોંઢા રોડ ઉપર આવેલી માહીરા ચીકન બિરયાનીની દુકાનની બહાર ખુલ્લી જગ્યામાં વલસાડ ઍલસીબી પોલીસ વિભાગની ટીમે દરોડો પાડવામાં આવ્યો હતો.

દરોડા દરમિયાન ઍક ઇસમ વરલી મટકાના આંકફરકના આંકડા લખી જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું.

પોલીસે સ્થળ પરથી વરલી મટકાના આંકડા લખેલી કાપલીઓ નંગ-૫, ઍક બોલપેન, આરોપીની અંગઝડતીમાંથી રોકડા રૂ.૧૬,૬૩૦ તથા ઍક મોબાઇલ ફોન (કિં. રૂ.૫,૦૦૦) મળી કુલ્લે રૂ.૨૧,૬૩૦નો મુદામાલ કબજે કર્યો હતો. 

આ સાથે આરોપી સોહીલભાઈ હનીફભાઈ શેખ ઉ.વ. ૩૬. નાનાપોંઢા, ડુંગરી ફળીયા, નવીનગરી, ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કેસમાં રાજેશ ઉર્ફે માસા પટેલ રહે. ધરમપુર, તા. ધરમપુર, જી. વલસાડ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે, જે અંગે વધુ તપાસ ચાલુ છે. ઝડપી પાડેલ આરોપી અને જ કરેલ મુદામાલને વધુ તપાસ અર્થે નાનાપોંઢા પોલીસ સ્ટેશન ખાતે સપ્રત કરવામાં આવ્યો છે.