ધરમપુરના વાલોડ ફ.માં ડ્રેનેજની સમસ્યાથી લોકો પરેશાન
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૭ ઃ ધરમપુર નગરપાલિકા ના વોર્ડ નં. ૨ વાલોડ ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણી અને ડ્રેનેજ લાઈનની ગંભીર સમસ્યા બાબતે કોંગ્રેસ શહેર પ્રમુખ નિર્મલ સુરતી દ્વારા પાલિકાના ચીફ ઓફિસર ને રજૂઆત કરી હોવાની માહિતી પ્રા થવા પામી છે ગંજી પાછળની શિવ પાર્ક સોસાયટી સહિત અનેક ઘરમાં પાણી પુરવઠો બંધ છે.
સાથે જ ધરમપુર તાલુકા પંચાયત કચેરી અને લાઇબ્રેરી સામેની મુખ્ય ડ્રેનેજ લાઈન ચોકપ થતાં ગંદુ પાણી અને અસહ્ના દુર્ગંધ ફેલાઈ રહી છે. ગંદકીના કારણે મચ્છરો વધી રહ્ના છે.
જેના કારણે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓ ફેલાવાનો ભય વ્યક્ત થઈ રહ્ના છે. મામલે નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિત જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
