વલસાડમાં આજથી HPV રસીકરણનો પ્રારંભ થશે
- byDamanganga Times
- 28 February, 2026
વલસાડ, તા. ૨૭ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા. ૨૮મી ફેબ્રુઆરીનાં રોજ રાજસ્થાનના અજમેર ખાતે ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી HPV (Human Papilloma virus) રસીનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવા જઈ રહ્ના છે ત્યારે આ ગુજરાતમાં પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદથી રાજ્યવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાશે. મહિલાઓને સર્વાઈકલ કેન્સર સામે રક્ષણ આપવા માટે ૧૪ વર્ષની દીકરીઓનું રસીકરણ કરવામાં આવશે ત્યારે વલસાડ જિલ્લા કલેકટર ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અંદાજિત ૧૫,૬૫૭ કિશોરીઓને ઍચપીવી વેક્સિન આપવામાં આવશે, જેથી ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષા કવચ ઊભું કરી રોગ સામે રક્ષણ મેળવી શકાશે. જેમાં લાભાર્થીઓની ઓળખ - ૧૪ વર્ષની વય ધરાવતી તમામ કિશોરીઓનો હેડ કાઉન્ટ સર્વે કરી યાદી તૈયાર કરાશે. ટેકો+ અને સીટીઍસ મુજબના અંદાજિત લક્ષ્યાંકની હેડ કાઉન્ટ સાથે વેરિફિકેશન કરાશે. શાળા બહારની કિશોરીઓનું રસીકરણ ૩ મહિના સુધી સંબંધિત કોલ્ડ ચેઈન પોઈન્ટ પર કરાશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન કરી નોડલ શિક્ષક દ્વારા પાત્ર કિશોરીઓની યાદી આરોગ્ય વિભાગને આપવામાં આવશે. આ અંગે વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ઍ.કે.સિંગના જણાવ્યા મુજબ, સર્વાઇકલ કેન્સરથી રક્ષણ માટે ણ્ભ્સ્ રસી મુકાવવા માટે નજીકના આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ૧૪ વર્ષ પૂર્ણ કરેલા હોય અને ૧૫ વર્ષ પૂર્ણ કરેલા ન હોય તેવી તમામ દીકરીઓની આજે જ નોંધણી કરાવો. સર્વાઈકલ કેન્સરના નિવારણ માટે આ રસી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને યુવાન દીકરીઓ માટે આ રસી જીવનરક્ષક બની શકે છે. તમારી દીકરીને રસી મુકાવી કેન્સરમુક્ત જીવનની ભેટ આપો. સુરક્ષા માટેનું ઍક નાનુ પગલું લાંબા અને સ્વસ્થ જીવન માટે મોટો લાભ બની શકે છે.
