Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

પારડી પોલીસ સ્ટેશન શાંતિ સમિતિની બેઠક મળી

પારડી પોલીસ સ્ટેશન શાંતિ સમિતિની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૭ ઃ પારડી પોલીસ સ્ટેશનમાં આવનારા દિવસોમાં હિન્દુ મુસ્લિમના યોજાનારા તહેવારો ના પગલે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ હાજર રહ્ના હતા અહીં પારડી પોલીસ સ્ટેશન માં પીઆઇ જી આર ગઢવીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક સાંજના ચાર વાગ્યાના સુમારે યોજવામાં આવી હતી આ શાંતિ સમિતિની બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણી અનવરભાઈ મણિયાર નાસીરભાઈ શેખ સાથે અન્ય અગ્રણીઓ તથા હિન્દુ અગ્રણી બીપીનભાઈ પટેલ કપિલભાઈ હળપતિ કિરણભાઈ પટેલ જીગ્નેશભાઈ રાણા વગેરે અગ્રણીઓની ઉપસ્થિતિમાં આગામી દિવસોમાં યોજાનારા હોળી ધુળેટી અને ઈદ જેવા તહેવારો શાંતિપૂર્ણ રીતે ધાર્મિક ઍકતા સાથે યોજવામાં આવે ઍ માટેની ચર્ચા કરવામાં આવી હતી પારડી પંથકમાં દરેક હિન્દુ મુસ્લિમ ભાઈઓના તહેવાર શાંતિપૂર્ણ રીતે યોજવામાં આવે છે અને દરેક તહેવારોની ઉજવણી ઍકતા પ્રમાણે થાય છે પારડીના પી.આઈ જીઆર ગઢવી જણાવ્યું હતું કે શાંતિ રીતે વાતાવરણમાં તમામ તહેવારની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિને બેઠક યોજવામાં આવી હતી હિંદુ મુસ્લિમ સમાજના લોકો ભેગા થયા હતા અને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી પારડી પંથકમાં હાલ સુધી ભાઈચાર સાથે ઍકતા પૂર્વક તમામ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. શાંતિ સમિતિની બેઠક સફળ રહી હતી.