સ્વાધ્યાય પરીવાર દ્વારા આદિવાસી વિસ્તારમાં ન્યુટ્રીશન કીટની પ્રસાદી
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પ્રણિત સ્વાધ્યાય પરિવાર , તેમણે બતાવેલા રસ્તે ચાલી વનવાસી પુંજમાં હ્લદયસ્થ ભગવાનનો વિચાર લઈ ‘ત્રિકાળસંધ્યા’તથા ‘ઘરમંદિર’ જેવા પ્રયોગ સફળતા પૂર્વક કરી લાખો વનવાસી ભાઈ-બહેનોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવતા રહેલા છે. પરમ પૂજનીય દાદા તથા તેમના જ માર્ગે સ્વાધ્યાય કાર્યની ધુરા સંભાળનાર તેમના સુપુત્રી જયશ્રી તલવલકર (પૂજનીય દીદીજી )ની આ અનોખી રીત સ્વાધ્યાય પરિવારના સાંસ્કૃતિક કાર્યની વિશિષ્ટ છાપ ઉભી કરી છે ઍ મુજબ તા. ૨૭ ફેબ્રુઆરીના રોજ મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જેમ કે ડાંગ-આહવા, વલસાડ, નવસારી અને છોટા ઉદેપુરજિલ્લાના વનવાસી કુટુંબોની કાળજી લઈ તેમને ન્યુટ્રીશન કીટ નો પ્રસાદ સ્વરૂપે આપવામાં આવ્યો હતો. વડોદરા અને અમદાવાદના ૪૦૦૦ થી ૫૦૦૦ ગામોમાં આ પ્રક્રિયા થતી રહેલી છે. પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે તથા તેમના સુપુત્રી જયશ્રી તલવલકર ( પૂજનીય દીદીજી) દૈવી સંબંધ અને ભારતીય તત્વજ્ઞાનને વિશ્વના વિવિધ પૂંજોમાં સાકારીત કરી રહ્ના છે.
