મોગરાવાડી વિસ્તારમાં બિસ્માર રસ્તાઓને લઈ રહીશોમાં ભારે રોષ
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ તા ૨૭ વલસાડના મોગરાવાડી રેલવે ઘરનાળા થી પાર્લર પાદર દેવી માતા મંદિર હિન્દી સ્કૂલ સુધીનો ડામોર રસ્તો બનાવવા વારંવાર રજૂઆત છતાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર બિસ્માર રસ્તા ને ડામર રસ્તો નહીં બનાવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. આવનારા સમયમાં પાલિકા કચેરીઍ મોરચો મંડાઇ તો નવાઈની વાત નથી. વલસાડના મોગરાવાડી ગરનાળાથી પાદર દેવી માતા મંદિર અને હિન્દી સ્કૂલ સુધીનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. આ માર્ગ પર ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે દરરોજ મોપેડ ચાલકો સ્લિપ થઈ જવાની અને અકસ્માતનો ભોગ બનવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેને પગલે સ્થાનિક લોકોમાં તીવ્ર રોષ જોવા મળી રહ્ના છે. રહીશોનું કહેવું છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી. જો વહેલી તકે ડામર રસ્તો બનાવવામાં નહીં આવે, તો મોગરાવાડી વિસ્તારના રહીશો નગરપાલિકા કચેરીઍ ઉગ્ર મોરચો લઈ જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આવનારા દિવસોમાં જો જનતાનો આક્રોશ ફાટી નીકળશે તો નવાઈ નહીં.
