ધૂળેટીઍ ભદેલીમાં મોરારજી દેસાઈની ૧૩૦મી જયંતિ ઉજવાશે
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ શ્રી મોરારજી દેસાઈ સ્મારક સમિતિ ભદેલી દેસાઈ પાર્ટી તરફથી ધૂળેટીના દિવસે વલસાડના ગૌરવ સમા ભારતરત્ન અને નિશાને પાકિસ્તાનનું બેવડું સન્માન ધરાવતાં વડાપ્રધાન સ્વ. મોરારજીભાઈ દેસાઈની ૧૩૦મી જન્મજયંતિ નિમિત્તે તા. ૦૩-૦૩-૨૦૨૬ ને મંગળવારે ભદેલીમાં શ્રી મોરારજી દેસાઈ મેમોરિયલ હોલમાં તેમની જન્મજયંતિની ઉજવણી સવારે ૯ ઃ ૩૦ કલાકે કરશે. આ ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સમારંભમાં મુંબઇના જાણીતા અને લોકપ્રિય પત્રકાર વિનીતભાઈ શુકલ સ્વ. મોરારજી ભાઈ દેસાઈના જીવન અને કાર્ય અંગે મનનીય વકતવ્ય પણ આપશે.
ઉલ્લેખનીય છે કે સ્વ. મોરારજીભાઈ દેસાઈની લીપયર મુજબ જન્મ તારીખ ૨૯મી ફેબ્રુઆરીના રોજ આવતી હોય છે ઍટલે વલસાડમાં તેમની જયંતિ અંગ્રેજી તારીખે નહીં પણ તિથી મુજબ યાદ કરવાનો રિવાજ છે.
