Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સેલવાસ લાયન્સ ઈગ્લિશ સ્કુલનું ગૌરવ

સેલવાસ લાયન્સ ઈગ્લિશ સ્કુલનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૨૭ ઃ શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનું ઉત્તમ પ્રદર્શન કરતા ન્જ્ઞ્ંઁસ્ન્ ચ્ઁશ્રિંજ્ઞ્સ્ન્ત્ર્ લ્ણૂત્ર્ંંશ્ર ઍ થ્ચ્ચ્ ર્પ્ીજ્ઞ્ઁ લ્ફૂસ્ન્સ્ન્જ્ઞ્ંઁ ૧માં ઉત્તમ પરિણામ પ્રા કરી ફરી ઍકવાર પોતાની સફળતાની પરંપરાને આગળ વધારી છે. આ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓઍ પોતાના કઠોર પરિશ્રમ અને ઍકાગ્ર સમર્પણના બળ પર ઊંચા પર્સેન્ટાઇલ પ્રા કરી પોતાની અસાધારણ પ્રતિભાનો પરિચય આપ્યો છે. આ સિદ્ધિ માત્ર વિદ્યાર્થીઓના પરિશ્રમનું પરિણામ જ નહીં, પરંતુ સંસ્થાના ઉચ્ચ શૈક્ષણિક ધોરણો અને સકારાત્મક સ્પર્ધાત્મક વાતાવરણનું પણ ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે. માસ્ટર અનંત રાજાવત ૯૯.૨૦ પર્સેન્ટાઇલ, માસ્ટર પ્રિયાંશુ રોય  ૯૭.૧૪ પર્સેન્ટાઇલ, માસ્ટર દિવ્યાંશ શુક્લા ૯૬.૮૮ પર્સેન્ટાઇલ, માસ્ટર સૌરભ વિશ્વકર્મા ૯૬.૭૫ પર્સેન્ટાઇલ, *માસ્ટર ધર્મેશ મહારાણા ૯૬.૩૭ પર્સેન્ટાઇલ આ પ્રસંગે સંસ્થાના માનનીય અધ્યક્ષ ફતેહસિંહજી ઍમ. ચૌહાણે વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ સફળતા તેમના પરિશ્રમ, શિસ્ત અને દૃઢ સંકલ્પનું ફળ છે. તેમણે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ અને વિનમ્રતા સાથે સતત નવી ઊંચાઈઓ હાંસલ કરવા પ્રેરણા આપી. વ્યવસ્થાપન સમિતિના અન્ય સભ્યો, શાળાની પ્રિન્સિપાલ, વાઈસ પ્રિન્સિપાલ તથા સમસ્ત સ્ટાફે પણ આ મેધાવી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ સિદ્ધિ સમગ્ર શાળા પરિવાર માટે ગર્વ અને પ્રેરણાનો ક્ષણ છે.