વારોલી જંગલ શાળાના વિદ્યાર્થીઓની સીઈટી પરીક્ષામાં ઝળકયા
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં દમણગંગા નદી કિનારે આવેલું અંતરિયાળ આદિવાસી ગામ વારોલી જંગલ આ વર્ષે ગૌરવના શિખરે પહોંચ્યું છે. ગામની પ્રાથમિક શાળાના ધોરણ ૫ના ૧૭ વિદ્યાર્થીઓઍ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત ઘ્ચ્વ્ પરીક્ષામાં ૪૦થી વધુ ગુણ મેળવી ઐતિહાસિક સફળતા નોંધાવી છે. આ પરિણામે સમગ્ર તાલુકા અને જિલ્લામાં શાળાનું નામ ગર્વભેર ઊંચું થયું છે.
મોટાભાગના પરિવારો દૈનિક મજૂરી પર નિર્ભર હોય અને શૈક્ષણિક સુવિધાઓ મર્યાદિત હોવા છતાં વિદ્યાર્થીઓઍ દૃઢ સંકલ્પ સાથે અભ્યાસ કર્યો. આ સિદ્ધિ પાછળ શાળાના શિક્ષક પ્રિતેશકુમાર ડી. પટેલનું સમર્પિત માર્ગદર્શન મુખ્ય કારણ રહ્નાં છે. તેમણે નિયમિત વધારાની કક્ષાઓ યોજી, મોડેલ પેપરની સઘન પ્રેક્ટિસ કરાવી અને દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત માર્ગદર્શન આપ્યું. સતત પ્રેરણા અને યોગ્ય દિશાનિર્દેશથી બાળકોમાં આત્મવિશ્વાસ અને સ્પર્ધાત્મક ભાવના વિકસાવી.
વિદ્યાર્થીઓઍ પણ શિસ્તબદ્ધ મહેનત અને ગુરુ પ્રત્યેના વિશ્વાસ સાથે તૈયારી કરી. તેમની આ સફળતાઍ સાબિત કર્યું છે કે યોગ્ય માર્ગદર્શન અને તકો મળે તો અંતરિયાળ વિસ્તારના બાળકો પણ શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી શકે છે.
આ સિદ્ધિથી ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. વારોલી જંગલ શાળાની આ ઉપલબ્ધિ ભવિષ્યમાં અન્ય ગ્રામ્ય શાળાઓ માટે પ્રેરણાદાયક દાખલો બની રહેશે.
