વાપીની આર.કે.દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશનમાં રમતોત્સવ યોજાયો
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ આર.કે. દેસાઈ કોલેજ ઓફ ઍજ્યુકેશન વાપી દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોલેજના આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણઍ પણ રમશે ગુજરાત, જીતશે ગુજરાતના નારા સાથે રમોત્સવમાં ભાગ લેનાર સમગ્ર વિદ્યાર્થીઓને મોટીવેટ કરી અભિનંદન પાઠવ્યા હતાં. આ રમતોત્સવમાં ૭ જેટલી રમતોની સમાવેશ કરવામાં આવી હતી.
જેમાં રીછ યુદ્ધ, ગોળા ફેક, ક્રિકેટ, સુનચોકડી, ઈટ ઉચક, દરડી કુંદ, ૧૦૦ મીટર દોળ જેવી રમતો સંસ્થાના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપક ડૉ. પ્રફુલભાઇ પટેલ તથા ડૉ. રાહુલ ટંડેલ દ્વારા રમાડવામાં આવી હતી. તાલીમાર્થીઓમાં પોતાનામાં રહેલી સુષુ શક્તિઓને બહાર કાઢી ખુબજ ઉત્સાહભેર ભાગ લઇ આનંદ વ્યક્ત કર્યો હતો. આ રમતોત્સવ બે વિભાગમાં વહેચી બે દિવસ સુધી સવારે આઠ વાગ્યેથી સાંજે ચાર વાગ્યે સુધી ગોઠવવામાં આવી હતી.
આ રમતોત્સવનું સંચાલન કોલેજના સર્વ અધ્યાપકોની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને સહ સંચાલક તરીકે કોલેજના વિવિધ વિભાગના રમત ગમ્મતના મંત્રીઓ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. આ રમતોમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણ પત્ર ઍનાયત કરી બહુમાન કરવામાં આવ્યા હતાં.
આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ, બી.ઍડ. વિભાગના હેડ ડૉ. ગુંજન વશી તેમજ કોલેજ પરિવારના સર્વ અધ્યાપકોઓઍ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં.
