દમણમાં મહિલાઅોને તાલીમ દ્વારા આર્થિક રીતે પગભર થવાની તક
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૭ ઃ ઈઝપેક સિસ્ટમ દમણ દ્વારા આજના યુગમાં મહિલાઅો આર્થિક રીતે સક્ષમ બને અને ઍ આશયથી દમણના દાભેલ અને સોમનાથ વિસ્તારમાં ઍક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. જેમાં સ્થાનિક ફેકટરી દ્વારા ખાસ કરીને બહેનો માટે રોજગારીની તકો ખુલ્લી મુકવામાં આવી છે. અહીં મહિલાઅોને મશીન પર કામની સંપૂર્ણ ટ્રેનિંગ ફેકટરી દ્વારા આપવામાં આવશે. તેઅો શીખીને કામ કરી શકે. ૧૮થી ૪૫ વર્ષની ઉત્સાહી મહિલાઅો આ માટે અરજી કરી શકે છે. કામનું સ્થળ દાભેલ અને સોમનાથ ખાતે રહેશે. વધારે માહિતી માટે મો. ૯૫૯૪૬૯૦૯૮૦ પર સંપર્ક કરવો. આ આયોજનનો મુખ્ય હેતુ ઍવી મહિલાઅોને મદદ કરવાનો છે. જેઅો ઘરે બેસી રહેવાને બદલે આત્મનિર્ભર બનવા માંગે છે.
