સલવાવની શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલમાં યજ્ઞ યોજાયો
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ ગુરુવારથી શરૂ થયેલી ધોરણ ૧૦ અને ૧૨ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓની સફળતા માટે શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવ વાપી દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ સલવાવ માં ધોરણ ૧૦ અને ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની તા.૨૬ ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર પરીક્ષા શરૂ થઈ છે જેને લઈ આ યજ્ઞમાં શાળાના આચાર્ય તથા તમામ શિક્ષક ભાઈ-બહેનો જોડાયા હતાં. સંતોના માર્ગદર્શન અને આશીર્વાદ હેઠળ તથા ડાયરેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ પરીક્ષાર્થીઓ માટે સર્વ શ્રેષ્ઠમનો મંત્ર આપી સફળતાની કામના કરી હતી.
