Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

રોલામાં મેગા મલ્ટીમીડીયા શો ‘નમોત્સવ કાર્યક્રમ’ યોજાયો

રોલામાં મેગા મલ્ટીમીડીયા શો ‘નમોત્સવ કાર્યક્રમ’ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ  વલસાડના રોલા ગામે  રોલા ગામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત લોકગાયક સાઈરામ દવે દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની જીવનગાથા દર્શાવતો મેગા મલ્ટીમીડીયો શો ‘નમોત્સવ કાર્યક્રમ’માં ગુજરાત સરકારના માન. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ડો. પ્રશાંતભાઈ કોરાટ, લોકસભાના દંડક, વલસાડ ડાંગ સાંસદ ધવલભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, જીલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ધારાસભ્યઓ જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ, જીલ્લા મહામંત્રીઓ તેમજ મહાનુભાવો અને મોટી સંખ્યામાં પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.