Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

બીનવાડામાં પુસ્તક પરિચયનો ૫૦ મો મણકો ઉજવાયો

બીનવાડામાં પુસ્તક પરિચયનો ૫૦ મો મણકો ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ પુસ્તક પરિચયનો પચાસમો મણકો બીનવાડા ગામમાં આવેલા સખ્ય વાટિકા ખાતે યોજાયો હતો.  વક્તાશ્રી દિપકભાઈ મરચન્ટ (બીલીમોરા)ઍ અંદાજ-ઍ-બયાં ઔર (ગાલિબ સ્પેશ્યલ - મરીઝ સ્મરણ વંદના)માં ઉર્દૂ અદબના આકા મિર્ઝા અસદુલ્લાહ ખાન ગાલિબના જીવન અને તેમની અમર શાયરીઓની ખૂબસુરત રજુઆત કરી હતી. દાસ્તાન-ઍ-ગાલિબૅં તેમના જીવનના અજાણ્યા કિસ્સાઓ કહ્ના હતા. નાદિર-ઍ-કલામૅં ગાલિબની શ્રેષ્ઠ ગઝલો અને ચુનંદા શેરોની પ્રસ્તુતિઍ સૌને ઓતપ્રોત કર્યા હતા. આફરીન-ઍ-સુખન આજના સમયમાં ગાલિબની પ્રસ્તુતતા સાંભળી ખ્યાલ આવે કે ગાલિબ ક્યાં સુધી જોઈ શકતા હતાં. 

 આ કાર્યક્રમમાં ડૉ. ઍપીજે અબ્દુલ કલામ સરકારી કોલેજ- સિલવાસાના ડૉ. મનોજ માહ્નાવંશીઍ ફેબ્રુઆરીના ફનકાર વિષય ઉપર ફેબ્રુઆરી મહિનામાં જન્મ હોય કે મૃત્યુ હોય ઍવાં કેટલાક ફનકાર-કલાકારની વાત તેમની રચના સાથે કરી હતી. જેમાં મીર તકી મીર, ફૈઝ અહમદ ફૈઝ, બસીર બદ્ર, વસીમ બરેલવી, નિદા ફાઝલી અને સંગીતકાર-ગઝલ ગાયક જગજીત સિંઘ જેવા કલાકારો સામેલ હતા. આ સર્જકોના શેરો-શાયરીની રમઝટે સાંજને યાદગાર બનાવી હતી. 

 આ કાર્યક્રમાં હેમંત ગજ્જર (સી.ઍ.), પ્રશાંત દેસાઈ, જયેશ ચૌહાણ (ઇન્ચાર્જ પ્રિન્સિપાલ), ડૉ. દીપેશ શાહ, ડૉ.રામ શર્મા, ડૉ. ચંદ્રહાસ નાયક, ડૉ.ભાવેશ વાળા, નિવૃત્ત ઍસપી સુનીલ પાટીલ અને સુરત, ધરમપુર, દમણ, સેલવાસ, પારડી, ચીખલી, બીલીમોરાથી શ્રોતાઓ ઉપસ્થિત રહ્ના હતાં. અર્ચના ચૌહાણ તથા હાર્દિક પટેલના આયોજનમાં કાર્યક્રમનું સંચાલન આશા ગોહિલે કર્યું હતું.