વાપીની શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરમાં હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવ સંચાલિત શ્રી ઘનશ્યામ વિદ્યામંદિરના સભાખંડમાં સાાહિક સભાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા પ્રહલાદ ગ્રૂપ (યલો ગ્રૂપ)નાં શિક્ષિકાઓ અનિતા પટેલ અને ભાવિષા પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ ધોરણ ૩થી ૫ની વિદ્યાર્થીનીઓ દ્વારા ખીલ્યા ખીલ્યા કેસૂડાના ફૂલ ઍ સુમધુર ભજન અત્યંત સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું હતું, જેણે ઉપસ્થિત સૌના મનને પ્રફુલ્લિત કરી દીધાં હતાં. ત્યારબાદ ધોરણ ૩ની હોનહાર વિદ્યાર્થીની ક્રિષ્ના પી. પટેલ દ્વારા હોળી પર્વના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય ચંદ્રવદન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને જીવનઘડતર અંગેના અમૂલ્ય બોધ વચનો આપવામાં આવ્યા હતાં. સમગ્ર સભાનું કુશળ સંચાલન ધોરણ ૫ની વિદ્યાર્થીની વ્રેયા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દૃષ્ટિઍ અત્યંત પ્રેરણાદાયી બની રહ્ના હતો.
