Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

મગોદ ડુંગરી સરકારી શાળાને સ્વચ્છતા હરિત વિદ્યાલય ઍવોર્ડ ઍનાયત થયો

મગોદ ડુંગરી સરકારી શાળાને સ્વચ્છતા હરિત વિદ્યાલય ઍવોર્ડ ઍનાયત થયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ શિક્ષણ અને પર્યાવરણ જાળવણીના સંગમ સમાન વલસાડના કાંઠા વિસ્તારની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા મગોદ ડુંગરી વધુ ઍક સિદ્ધિ પોતાના નામે કરી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજીત સ્વચ્છતા અને પર્યાવરણ સુરક્ષાના અભિયાન અંતગર્ત આ શાળાને રાજ્ય કક્ષાનો સ્વચ્છ હરિત વિદ્યાલય ઍવોર્ડ ઍનાયત કરવામાં આવ્યો છે. વલસાડ તાલુકામા આવેલ મગોદ ડુંગરી ગામની સરકારી માધ્યમિક શાળાને સ્વચ્છતા અભિયાન ક્ષેત્રે નોંધપાત્ર આયોજન બદલ અને સતત કામગીરી બદલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫ - ૨૬ દરમ્યાન જિલ્લા તેમજ રાજ્ય કક્ષાઍ ઍવોર્ડ પ્રા કર્યો છે. શાળાઍ અગાઉ ૨૦૧૭માં જિલ્લા કક્ષાઍ તથા ૨૦૧૮માં રાજ્ય કક્ષાઍ ગૌરવ પ્રા થયું હતું. ચાલુ વર્ષના લ્ણ્સ્ય્ (સ્વચ્છ ઇવમ હરિત વિદ્યાલય રેટીંગ ) કાર્યક્રમ ૨૦૨૫ - ૨૬ અંતગર્ત ફરી ઍકવાર રાજ્ય કક્ષાઍ શ્રેષ્ઠ પ્રદર્શન કરી શાળાઍ જિલ્લાનું નામ રોશન કર્યું છે.

 શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકગણ, આચાર્ય તથા વાલીમંડળના સંયુક્ત પ્રયાસોથી શાળા પરિસર સ્વચ્છ હરિયાળુ અને આરોગ્યપ્રદ બનાવવામાં નોંધપાત્ર સફળતા પ્રા થઇ છે. આ સિદ્ધિ પાછળ જિલ્લા શિક્ષણઅધિકારી ડો. રાજેશ્રીબેન ટંડેલ દ્વારા સમયાંતરે આપવામાં આવેલ માર્ગદર્શન નિરીક્ષણ અને રચનાત્મક સૂચનનો મહત્વપૂર્ણ ફાળો રહ્ના છે. ઉપરાંત સમગ્ર શિક્ષા ગાંધીનગરથી પધારેલી ટીમ મેમ્બર અતુલભાઈ પંચાલ દ્વારા શાળાનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામા આવ્યું હતું. નિરીક્ષણ દરમ્યાન સ્વચ્છ હરિત વિદ્યાલયના તમામ પેરામીટરમા શાળાઍ ઉત્તમ પ્રદર્શન નોંધાવી રાજ્ય કક્ષાની માનવતા પ્રા કરી છે જે સમગ્ર જિલ્લાને ગૌરવ આપે છે શાળાના આચાર્ય તેજલબેનના પ્રેરણાદાયક નેતુંત્વ અને બી. આર.સી. મિતેશભાઈ પટેલના માર્ગદર્શનના સહયોગથી સ્વચ્છતા અભિયાનને ઍક લોકભાગીદારી આધારિત આંદોલન સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

 શાળા પરિવાર આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ સહયોગી સંસ્થાઓનો હ્નદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે સાથે ભવિષ્યમાં પણ સ્વચ્છતા ગુણવતાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસના ક્ષેત્રે વધુ ઊંચાઈ હાંસલ કરવાનો દ્ઢ સંકલ્પ વ્યક્ત કરવામાં આવે છે.