નવસારી-ડાંગમાં તા.૧૪મીઍ નેશનલ લોકઅદાલત યોજાશે
- byDamanganga Times
- 28 February, 2026
નવસારી, તા.૨૭ ઃ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી જિલ્લા અદાલત હેઠળમાં આવેલી નવસારી, ગણદેવી, ચીખલી, ખેરગામ, વાંસદા અને ડાંગ જિલ્લાના આહવા, સુબીર તથા વઘઇ ખાતે કાર્યરત ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો દ્વારા આગામી તા.૧૪ માર્ચે ૨૦૨૬ના શનિવારના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.
આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ કેસો, ઇલેકટ્રીસીટી કેસો, નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતાં કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, મહેસુલોને લગતા કેસો, અન્ય સિવિલ કેસો જેવાં કે (ભાડા, સુખાધિકારના અધિકાર, મનાઇ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કેસો) તથા પ્રિ-લીટીગેશન ઉપરાંત ખોરાકીના કેસો મુકવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, નવસારી તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા જણાવાયું છે.
