Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

નવસારીમાં હોળી-ધુળેટી તહેવારને લઈ પ્રતિબંધ ફરમાવ્યો

નવસારીમાં હોળી-ધુળેટી તહેવારને લઈ પ્રતિબંધ ફરમાવ્યો


(દમણગંગા ટાઈમ્સ)

નવસારી, તા. ૨૭ ઃ આગામી તા.૦૩/૦૩/૨૦૨૬ અને ૦૪/૦૩/૨૦૨૬ ના રોજ ના રોજ હિન્દુ ધર્મના હોળી-ધુળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવારની ઉજવણી દરમિયાન જીલ્લામાં શાંતિ અને કોમી ઍખલાસ ભર્યું વાતાવરણ જળવાઈ રહે તે જરૂરી છે.  જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ યોગરાજસિંહ બી.ઝાલાઍ ઍક જાહેરનામાં દ્વારા મળેલી સત્તાની રૂઍ નવસારી સમગ્ર શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં તા.૦૨/૦૩/૨૦૨૬ થી તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ ૨૪-૦૦ વાગ્યા સુધી કેટલાંક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ કરમાવ્યો છે. 

તહેવાર દરમિયાન લોકોને અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બુમો પાડવા, પ્લાસ્ટીક કોથળીઓમાં પાણી ભરીને પાણીના ફુગ્ગાઓ મકાનો તથા ઍપાર્ટમેન્ટમાંથી જાહેર રસ્તા પર આવતા જતા રાહદારીઓ તથા વાહનો ઉપર ફેંકવા, રસ્તા પર આડાશ ઉભી કરી ગોઠ ઉઘરાવવા તથા વાહનો રોકવા પર તથા  કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચાર જાહેરમાં કરવા, હોળી ધુળેટીના તહેવાર દરમ્યાન નદી, તળાવ, દરિયા કિનારો, ડેમ સાઈટ, કુદરતી ઝરણાં તથા અન્ય વોટર સાઈટ પર માનવ મૃત્યુની દુર્ઘટના બની શકે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી બગડી શકે તેવા વર્તન કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમ તા.૦૨/૦૩/૨૦૨૬ થી તા.૦૪/૯/૨૦૨૬ ના ૨૪-૧૦ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.