ખાંભડા ગામે ખેડૂત ઉપર હુમલો કરનાર દીપડી પાંજરે
- byDamanganga Times
- 28 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૨૭ ઃ ચીખલી તાલુકાના ખાંભડા ગામે ગુરુવારે સવારના સમયે ઍક ખેડૂત ઉપર હુમલો કરનાર દીપડી ને વન વિભાગે પાંજરે પૂરતા આ વિભાગના રહીશોઍ સાંતવન અનુભવી છે.
ચીખલી તાલુકાના ખાંભડા ગામે ગુરુવારે સવારના સમયે નટવરલાલ ગાંડાભાઈ પટેલ ને કાવેરી નદી કિનારે ભવાની વડ ખાતે આવેલ ખેતીની જગ્યા ઉપર શેરડીના ખેતરમાંથી અચાનક દીપડી નીકળી આવી નટવરલાલ પટેલ ઉપર હુમલો કર્યો હતો જેના કારણે નટવરલાલે તબીબી સારવાર લેવાની નોબત વર્તાઈ હતી ત્યારે ચીખલી વન વિભાગે હુમલો કરનાર દીપડીને પકડવાની તજવીજ હાથ ધરતા રાત્રિના સમયે ઍક અઢી વર્ષની કદાવર દીપડી પાંજરે પુરાતા આ વિસ્તારના રહીશોઍ રાહતનો દમ લીધો છે જ્યારે ચીખલી વન વિભાગ ઍ પણ દીપડી પાંજરે પુરાતા રાહત અનુભવી છે.
