વાપીમાં કિશોરીનું અપહરણ અને દુષ્કર્મ કરનાર આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૬ ઃ વાપી છીરીમાં ૧૩ વર્ષીય કિશોરીને લગ્નની લાલચે અપહરણ કરી જાય દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર આરોપી કિશન વર્મા ને ૨૦ વર્ષની સજા ૧૦,૦૦૦ નો દંડ અને ભોગ બનનાર કિશોરીને ગુજરાત વિકટીમ કેમ્પેન્શન્સ સ્કીમ હેઠળ ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ વાપી પોકશો કોર્ટના વિધવાન જજ દ્વારા કરાયો છે.
વાપીમાં રહેતા ઍક પરપ્રાંતીય પરિવારની ૧૩ વર્ષની કિશોરીને તેમની બાજુની ચાલમાં જ રહેતા યુપી વાસી ઈસમે પહેલા સ્કુટી શીખવવા માટેની લાલચ આપી તેમને સ્કુટી પર લઈ જઈ ત્યારબાદ લગ્નની લાલચ આપી યુવતીનું અપહરણ કરી ગયો હતો આ અંગેની જાણ કિશોરીના પરિવારને થતા જ તેઓઍ તાત્કાલિક આરોપી કિશન ખેલાડી વર્મા રહે હરી કૃપા બિલ્ડીંગ રણછોડ નગર છીરી વાપી મૂળ રહે થાનાપુર ઉત્તર પ્રદેશ નાઓ તારીખ ૯ ૬ ૨૦ ૨૩ ના રોજ અપહરણ કરી કરી ગયા ની ફરિયાદ ડુંગરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી પરંતુ તે પહેલા જ અપહરણ કરાયેલી કિશોરી અને આરોપી કિશન વર્માને મહારાષ્ટ્રના કોલ્હાપુર રેલવે સ્ટેશનને રેલ્વે પોલીસે શંકાના આધારે ઝડપી પાડ્યા હતા અને કિશોરીને કોલ્હાપુરની બાળગૃહમાં રખાઈ હતી જ્યાં તપાસ દરમિયાન કિશોરીને દોઢથી બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું હતું જે અંગે વાપી ડુંગરા પોલીસે તારીખ ૨૩-૬-૨૦૨૩ ના રોજ ટ્રાન્સફર વોરંટી આરોપને ડુંગરા વાપી લાવી કાર્યવાહી હાથ ધરાઈ હતી. જે અંગેનો કેસ વાપીની પ્રોકસો ઍક હેઠળની સ્પેશિયલ જજ ઍચ ઍન વકીલ નાઈ કોર્ટમાં ચાલતા આરોપી કિશન ખેલાડી વર્મા ઉંમર વર્ષ ૨૫ નાને સરકારી વકીલ અનિલ ત્રિપાઠીની ગાયો રાખી દોષી જાહેર કરી ૨૦ વર્ષની કેદની સજા અને રૂપિયા ૧૦,૦૦૦ નો દંડ અને દંડ ન ભરે તો વધુ ઍક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનાર કિશોરીને ગુજરાત વિકટીમ કેમ્પેન્શન્સ સ્કીમ હેઠળ ચાર લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો હુકમ પણ કરાયો છે.આ કેસમાં ૧૩ વષર્ની કિશોરી સાથે દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવનાર આરોપી વિરુદ્ધમાં ઝડપી કાયદાકીય કાર્યવાહી વાપી ડુંગરા પોલીસે કરીને આરોપીને સખત સજા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. વલસાડ જિલ્લા પોલીસવાળાની અને વાપી વિભાગના ડીવાયઍસપી બી ઍન દવેની આગેવાની હેઠળ ડુંગરા પોલીસે કરી હતી.
