વાપી પંથકમાં બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૬ ઃ વાપી પંથકમાં આજથી શરૂ થયેલી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પરીક્ષા અંગે ભારે ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓનું ફુલ આપી તિલક કરી મોં મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા નો પ્રારંભ થયો હતો જેમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓનું ગુજરાતી અંગ્રેજી અને હિન્દી નું પથમ હતું જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું અર્થશાસ્ત્ર અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું ભૌતિક વિજ્ઞાનના વિષયની પરીક્ષા લેવામાં આવી જોકે વાપીના આરજીઍસ હાઇસ્કુલ આસાધામ સ્કૂલ સેન્ટ ફ્રાન્સિસ હાઇસ્કુલ તેમજ ડુંગરા અને વાપી જીઆઇડીસી ખાતે આવેલી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વહેલી સવારના ૧૦ વાગ્યાથી જ પરીક્ષા કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા અને આ તમામ વિદ્યાર્થીઓને મોટાભાગની સ્કૂલના મુખ્ય ગેટ પાસે સ્કૂલ સંચાલકો તેમજ પ્રિન્સિપલ અને શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ નો તિલક કરી ફુલ આપી મો મીઠું કરાવી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો જો કે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના બંને પેપરો પૂર્ણ થતા વાપી પંથકમાં કોઈપણ જાતનો ઘેર રેતીનો કે અન્ય બનાવ નહીં બનતા પરીક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ તેમજ શિક્ષણ વિભાગ અનેપોલીસ વિભાગ દ્વારા હસકારો લેવામાં આવ્યો હતો જોકે દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર પોલીસનો ભારે બંદોબસ્ત ને લઇ વાપી વિભાગના ડીવાયઍસપી બી ઍન દવે તેમજ ડુંગરા વાપી ટાઉન અને વાપી ઉદ્યોગ નગર પોલીસની કામગીરી પણ સારી રહી હતી.
