Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણ અને દાનહમાં બોર્ડના વિદ્યાર્થીઅોને ફુલ આપી પ્રવેશ અપાયો

દમણ અને દાનહમાં બોર્ડના વિદ્યાર્થીઅોને ફુલ આપી પ્રવેશ અપાયો


દમણ, સેલવાસ, તા.૨૬ ઃ સંઘપ્રદેશ દમણ અને દાનહમાં આજથી શરૂ થયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે શરૂ થઈ હતી. આ પહેલા વહેલી સવારમાં પરીક્ષા કેન્દ્રો ઉપર પહોîચેલા વિદ્યાર્થીઅોને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ પહેલા ફુલ અને તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો હતો.

દમણમાં, ૫૭૦માંથી ૫૬૦ વિદ્યાર્થીઓઍ ણ્લ્ઘ્ સાયન્સની પરીક્ષા આપી હતી, જ્યારે ૧૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા ન હતા. સામાન્ય પ્રવાહમાં, ૧,૨૦૭ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી, જ્યારે ૬ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્ના હતા. લ્લ્ઘ્ માધ્યમિક બોર્ડમાં, કુલ ૧,૫૧૫ વિદ્યાર્થીઓઍ પરીક્ષા આપી હતી, જ્યારે ૨૪ ગેરહાજર રહ્ના હતા.

તેવી જ રીતે દાનહમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી પરીક્ષા કેન્દ્રોના ૫૦૦ મીટરના વિસ્તારમાં તમામ ઝેરોક્સ સેન્ટરો બંધ રાખવાનો આદેશ અગાઉથી જ જાહેર કરવામાં આવ્યો હતો. શિક્ષા સચિવના માર્ગદર્શન અને શિક્ષણ વિભાગના નિયામકના દિશાનિર્દેશ હેઠળ સમગ્ર આયોજનનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષા કેન્દ્રો પર શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક લગાવી અને ફૂલ અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સેલવાસ સ્થિત વિજ્ઞાન પ્રવાહના કેન્દ્ર પર પણ અધિકારીઓઍ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી.