ધરમપુરમાં બોર્ડની પરીક્ષાનો ઉત્સાહભેર પ્રારંભ
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૨૬ ઃ ધરમપુર તાલુકામાં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસપૂર્ણ માહોલ જોવા મળ્યો હતો. ધરમપુર નગરપાલિકા, ઍસ.ઍસ.ઍમ. હાઇસ્કૂલ, આસુરા સરદાર પટેલ સાર્વજનિક સ્વામિનારાયણ હાઇસ્કૂલ તથા રાધાબા વિદ્યાલય ખાતે પરીક્ષાઓનો પ્રારંભ થયો હતો.
ઍસ.ઍસ.ઍમ. હાઇસ્કૂલ ખાતે ઍમ.ઍસ.વી.ઍસ. કેળવણી મંડળના પ્રમુખ જીવાભાઈ આહીર, સહમંત્રી મેહુલભાઈ આહીર, ભાજપ જિલ્લા મહામંત્રી ગણેશભાઈ બિરારી તેમજ શાળાના આચાર્ય દિપકભાઈ પટેલ ધરમપુર પોલીસની શી ટીમે શુભેચ્છાઓ પાઠવી હતી રાધાબા વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય હિનાબેન તેમજ ભારતીય શિક્ષણ સમિતિના ચેરમેન અજયભાઈ ભાવસારે શુભેચ્છા પાઠવી હતી.
જ્યારે પાલિકા હાઇસ્કૂલ ખાતે પાલિકા પ્રમુખ મયંકભાઈ મોદી, શિક્ષણ સમિતિના ચેરમેન નરેશ પટેલ, આચાર્ય હેતલબેન, ભાજપ શહેર પ્રમુખ અમિત ચોરેરા, ઉપપ્રમુખ ઉમાંબેન તથા કારોબારી મહેશભાઈ ગાયકવાડ સહિત પાલિકા સભ્યો હાજર રહ્ના હતા. આ અવસરે ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને તિલક કરી મોં મીઠું કરાવી પુષ્પ અર્પણ કરીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમને નિર્ભયતા તથા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
