Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

આહવામાં ડાંગ દરબારનો દબદબાભેર પ્રારંભ

આહવામાં ડાંગ દરબારનો દબદબાભેર  પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ)

આહવા, તા. ૨૬ ઃ અંગ્રેજોની આધિનતા નહીં સ્વિકારનારા ડાંગના રાજવીઓની શૌર્યગાથાનો ઉલ્લેખ કરીને, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી  જયરામભાઈ ગામિત સહિતના મહાનુભાવોઍ ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમનુ ઉદ્ઘાટન કર્યું હતું.

પોતાના પ્રાસંગિક વક્તવ્યમા મંત્રીઍ ડાંગ દરબારનો ઇતિહાસ વર્ણવી ડાંગના રાજવીઓને અપાતી સાલિયાણા અર્પણ કરવાની ઐતિહાસિક પ્રણાલી અદા કરવાની ભૂમિકા સ્પષ્ટ કરી હતી.

ડાંગ દરબારની પરંપરા અનુસાર પ્રતિવર્ષ આ કાર્યક્રમમા પધારતા રાજયપાલ, આ વેળા તા.૨જી માર્ચે આહવા ખાતે પધારી, ફરી ઍક વાર રંગ ઉપવનના આ જ રંગમંચ ઉપર રાજવીઓનું યથોચિત સન્માન કરશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 

ડાંગ દરબારના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન, ડાંગના રાજવીશ્રીઓનુ પરંપરાગત સન્માન કરાયુ હતુ. પ્રત્યુત્તરમા ડાંગના રાજવીઓઍ પણ ડાંગ પ્રદેશના સમગ્ર પ્રજાજનો વતી મહાનુભાવોને ધનુષબાણ અર્પણ કરી અભિવાદન  કર્યુ હતું.

પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં લોકસભાના નાયબ દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ડાંગ સહિત સમગ્ર રાજ્ય અને દેશના વિકાસની રફતારનો ખ્યાલ આપ્યો હતો. જયારે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે, ડાંગ જિલ્લાના વિકાસ પ્રકલ્પો, આગામી દિવસમાં જિલ્લાની ગરિમા વધારશે તેમ જણાવ્યુ હતુ.

દરમિયાન રાજવી પરિવારવતી વાસુર્ણાના રાજવી ધનરાજસિંહ સુર્યવંશીઍ રાજ પરિવારોની લાગણી રજુ કરી, વન પર્યાવરણ જાળવણીની અપીલ કરી હતી. 

કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરતા કલેક્ટર શાલિની દુહાને કરી હોળી-ધૂળેટીના તહેવારોની શુભકામના પાઠવી હતી. ડાંગ દરબારમાં ડાંગી નૃત્યો સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ નિહાળવા મળ્યા હતા.

ડાંગ દરબારના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્વે ડાંગ જિલ્લાની ઐતિહાસિક પ્રણાલી અનુસાર ડાંગના માજી રાજવીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 

ઉલ્લેખનિય છે કે, ડાંગ દરબારના ઐતિહાસિક કાર્યક્રમ વેળા રાજવીઓ, નાયકો અને તેમના ભાઉબંધોને સન્માનિત કરાયા હતા. આ ઉદ્દઘાટન સમારંભમાં અનેક મહાનુભાવો, વહીવટીતંત્રના અધિકારીઅો અને અગ્રણીઅો ઉપસ્થિત રહ્ના હતાં.