ખાંભડામાં વૃદ્ધ ઉપર દીપડાઍ હુમલો કરતા ઈજા
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલીતા, તા. ૨૬ ઃ ચીખલીના ખાંભડા ગામે ગુરુવારના રોજ સવારના સાડા સાત થી આઠ વાગ્યાના અરસામાં નટવરલાલ ગાંડાભાઈ પટેલ ઉ.વ. ૭૨ જે કાવેરી નદી કિનારે ભવાની વડ ખાતે આવેલ ખેતીની જગ્યા ઉપર શેરડીનો પાક જોવા માટે ગયા હતા ત્યારે શેરડીના ખેતરમાંથી અચાનક દિપડો નીકળી આવતા અને નટવરલાલ પટેલ ઉપર હુમલો કરતા નટવરલાલ પટેલને જમણી બાજુ કમરના ભાગે નખ મારતા ગભરાઈ ગયેલ નટવરલાલ પટેલે બૂમાબૂમ કરતા દિપડો ત્યાંથી છૂટ્યો હતો જોકે ગભરાઈ ગયેલ આ વૃદ્ધને કમરના ભાગે ઇજા પહોંચતા તબીબી સારવાર લેવાની નોબત વર્તાય છે જ્યારે બનાવની જાણ ચીખલી વન વિભાગને કરાતા વન વિભાગે ઘટના સ્થળે જઈ નિરીક્ષણ કરી પાંજરું મૂકી દિપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.
