Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડ જીલ્લા પંચાયતની બેઠકોના જાહેરનામાંથી કચવાટ વચ્ચે બજેટ મંજુર

વલસાડ જીલ્લા પંચાયતની બેઠકોના જાહેરનામાંથી કચવાટ વચ્ચે બજેટ મંજુર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લા પંચાયતની આ છેલ્લી સામાન્યસભા આજરોજ વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષ પણ હેઠળ  ચાલુ  વર્ષ ૨૦૨૫-૨૬નું સુધારેલું અને વર્ષ ૨૦૨૬-૨૭નું રૂ. ૧,૭૦૭.૯૩ કરોડનું ૬૩મું વાર્ષિક અંદાજપત્ર રજૂ કર્યું હતું. કોઈપણ પ્રકારની ચર્ચાઓ વગર આ બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સામાન્ય સભા બાદ   વલસાડ જિલ્લા પંચાયતની ૩૬ બેઠક અંગેનું જાહેરનામું બહાર પડતાં કેટલાક લોકોની ટિકિટ કપાઈ હોવાથી આજની સભામાં અંદરો અંદર ગણગણાટ શરૂ થઈ ગયો હતો.વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યોનો કાર્યભાર ચાલુ વર્ષે પૂરો થવા જઈ રહ્ના છે ત્યારે ગઈકાલે જ વલસાડ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોનું જાહેરનામું બહાર પાડતા જ કેટલાક ઉમેદવારી કરવા ધમપછાળા કરતા ઉમેદવારોના સપના તૂટી ગયા છે. અને રાજકારણ લગભગ સમા થઈ ગયું છે. તો કેટલીક બેઠક ઉપર સામાન્ય મહિલા ને આપવામાં આવી છે. ત્યારે આજરોજ વલસાડ જિલ્લા પંચાયતની અંતિમ સામાન્ય સભા વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ની અધ્યક્ષપણા હેઠળ યોજાય હતી પ્રમુખ મનહરભાઈ પટેલે વર્ષ ૨૦૨૫-૨૬નું સુધારેલું અને વર્ષ ૨૦૨૬-૨૭ના વર્ષનું ૬૩મું વાર્ષિક અંદાજપત્ર પારદર્શક વહીવટ અને જનહિતના કામોને પ્રાધાન્ય આપતું આ બજેટ કોઈપણ ચર્ચા વગર સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.બજેટમાં સરકારી યોજનાઓ, સ્વભંડોળ અને દેવા વિભાગની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે કુલ ઉપલબ્ધ આવક કે સિલક રૂ. ૧,૭૦૭.૯૩ કરોડ, કુલ અંદાજિત ખર્ચ રૂ. ૧,૧૭૨.૮૫ કરોડકુલ પુરાંત (બચત) રૂ. ૫૩૫.૦૮ કરોડ મુખ્ય આર્થિક જોગવાઈઓ અને ક્ષેત્રવાર ફાળવણીજિલ્લા પંચાયતના સ્વભંડોળની રૂ. ૧૨.૯૦ કરોડની આવકમાંથી લોકઉપયોગી કામો માટે નીચે મુજબની માતબર રકમ ફાળવવામાં આવી છે.માળખાગત સુવિધા અને વિકાસ (રૂ. ૧૬.૯૮ કરોડ)રૂ. ૮.૦૦ કરોડ (દુર્ગમ વિસ્તારોના રસ્તાઓ મુખ્ય માર્ગ સાથે જોડવા અને પીવાના પાણીની સમસ્યાના કાયમી નિવારણ માટે) રૂ. ૪.૯૦ કરોડ (જિલ્લા પંચાયત હસ્તક શોપિંગ સેન્ટર ડેવલપમેન્ટ માટે) રૂ. ૨.૪૦ કરોડ (નવીન જિલ્લા પંચાયત ભવનમાં ખૂટતી સુવિધાઓ પૂર્ણ કરવા)રૂ. ૧.૨૯ કરોડ જિલ્લાના વિવિધ બાંધકામ ક્ષેત્રે, રૂ. ૦.૩૮ કરોડ (તાકીદના પ્રસંગોઍ વહીવટી ખર્ચ માટે),  શિક્ષણ અને સામાજિક કલ્યાણ રૂપિયા  ૧.૫૦ કરોડ આદિવાસી ગ્ભ્ન્ બાળકોને નોટબુક સહાય, અંધ-અપંગ અને નિરાધાર માતાના બાળકોના શિક્ષણ માટે રૂ. ૨૦ લાખ,  શિક્ષણ ઉપકર હેઠળ નગરપાલિકા હસ્તકના ફાળામાંથી શાળા માળખાગત વિકાસ માટે રૂ. ૬૫ લાખ.,  ગરીબ અને નિઃસહાય બાળકો માટે આશ્રમશાળાઓમાં સુવિધા વિકસાવવા રૂ. ૩૫ લાખ., બાળકોને કુપોષણમુક્ત કરવા માટે રૂ. ૩૦ લાખ, આરોગ્ય અને આયુર્વેદ (રૂ. ૦.૩૭ કરોડ)ગંભીર રોગ સહાયૅં કેન્સર, કિડની, હૃદયરોગ અને સિકલસેલ ઍનીમિયાના દર્દીઓ તથા સગર્ભા માતાઓની સારવાર માટે રૂ. ૧૭.૪૦ લાખ, આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન કેમ્પ તથા કુપોષણ નિવારણ માટે રૂ. ૨૦ લાખ.૪. કૃષિ અને પશુપાલન (રૂ. ૦.૭૭ કરોડ) નાના-સીમાંત ખેડૂતોને સહાય અને પ્રાકૃતિક કૃષિના પ્રસાર માટે રૂ. ૨૫ લાખ, પશુ વેક્સિન સ્ટોરેજ, કોલ્ડ સ્ટોરેજ મેન્ટેનન્સ અને રોગચાળા નિયંત્રણ માટે રૂ. ૩૦.૫૦ લાખ,  ચેકડેમ મરામત અને પૂર સંરક્ષણની કામગીરી માટે રૂ. ૨૦ લાખ,  આંકડાકીય વિગતો અને સહકાર ક્ષેત્ર માટે રૂ. ૧.૩૫ લાખ.

પ્રમુખ મનહરભાઈ પટેલે બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, આ અંદાજપત્રમાં આદિવાસી વિસ્તારોના વિકાસ, છેવાડાના માનવીના આરોગ્ય અને ગરીબ બાળકોના શિક્ષણને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે. પુરાંતવાળું આ બજેટ વલસાડ જિલ્લાની પ્રગતિમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.