નવસારી જિલ્લા કક્ષાનો વિધાનસભા યુથ ઍસેમ્બલી કાર્યક્રમ યોજાશે
- byDamanganga Times
- 27 February, 2026
નવસારી, તા. ૨૬ ઃ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત ઙ્કવિધાનસભા યુથ ઍસેમ્બલી કાર્યક્રમ – ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને લોકશાહી પ્રક્રિયાની કાર્યપદ્ધતિનો જીવંત અનુભવ કરાવવાનો તેમજ તેમના વક્તૃત્વ, નેતૃત્વ અને તર્કશક્તિનો વિકાસ કરવાનો છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના ૧૭૪ – જલાલપોર, ૧૭૫ – નવસારી, ૧૭૬ – ગણદેવી અને ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭૪ – જલાલપોર બેઠક માટે તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧ કલાકે સરદાર પટેલ કોલેજ ઓફ ઍજ્યુકેશન, જલાલપોર ખાતે આચાર્ય સંજયભાઈ પટેલ (મો. નં. ૯૮૯૮૧ ૩૫૭૬૧), ૧૭૫ – નવસારી બેઠક માટે તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૧૨ કલાકે સર સી.જે.ઍન.ઝેડ. મદ્રેસા હાઈસ્કૂલ, નવસારી ખાતે પ્રીતિબેન ભટ્ટ (મો. નં. ૭૯૮૪૩ ૦૪૯૫૨), ૧૭૬ – ગણદેવી બેઠક માટે તા. ૨૬/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦ૅં૦૦ કલાકે વી.ઍસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ ઍન્ડ સાયન્સ, બીલીમોરા ખાતે ડૉ. ભાવેશભાઈ દેવતા (મો. નં. ૯૪૦૯૪ ૧૮૮૪૧) તેમજ ૧૭૭ – વાંસદા બેઠક માટે તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧ૅં૦૦ કલાકે શ્રી ગુરુકુલ વિદ્યામંદિર, રાણીફળીયા, વાંસદા ખાતે સ્પર્ધા યોજાશે, જેના માટે આચાર્યા હેમાબેન રાઠોડ (મો. નં. ૭૬૨૧૮ ૦૫૦૪૦)નો સંપર્ક કરવાનો રહેશે.
દરેક વિધાનસભા બેઠક દીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો જિલ્લાકક્ષાઍ ભાગ લેશે અને જિલ્લાકક્ષાઍ પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષા સ્પર્ધામાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .
