Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

જલાલપોર ‘તાલુકા યોગ શિબિર’માં ૫૦૦ થી વધુનાગરિકો સહભાગી થયા

જલાલપોર ‘તાલુકા યોગ શિબિર’માં ૫૦૦ થી વધુનાગરિકો સહભાગી થયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

નવસારી, તા. ૨૬ ઃ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર અને વેસ્મા ગામ ખાતે ‘તાલુકા યોગ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીઍ યોગને વિશ્વ ફલક પર જે આગવું સ્થાન અપાવ્યું છે, તેને અનુસરીને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના ‘હર ઘર યોગ’ના સ્વપ્નને સાકાર કરવાના ઉમદા હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ પ્રચાર-પ્રસાર અભિયાન અંતર્ગત ગત તા. ૧૫/૦૨/૨૦૨૬ના રોજ હાંસાપોરની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે અને ૧૬/૦૨/૨૦૨૬ના રોજ વેસ્મા ગ્રામ પંચાયત ખાતે શિબિર યોજાઈ હતી. ગ્રામીણ જનતા યોગ સાથે જોડાય અને નિરોગી જીવન જીવે તેવા આશયથી આયોજિત આ શિબિરમાં કુલ ૫૦૦ કરતા વધારે યોગ પ્રેમી લોકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વેસ્માના સરપંચ ધીરુભાઈ પટેલ, આરકના સરપંચ પ્રિયંકાબેન પટેલ, કારોબારી સભ્ય માધુભાઈ કથિરીયા, સમાજ સેવક હરીશભાઈ મંગનાની અને રવીન્દ્રભાઇ અગ્રવાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્ના હતા.

શિબિરમાં સહભાગીઓને વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવાની સાથે યોગ શિક્ષક બની સમાજ સેવા કરવાની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર શિબિરનું સંચાલન ઝોન કો-ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડેની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જિલ્લા કો-ઓર્ડિનેટર ગાયત્રીબેન તલાટી, યોગ કોચ અને ટ્રેનર્સના સમન્વયથી આ આયોજન પ્રશંસનીય રીતે સફળ રહ્નાં હતું.

આ શિબિરના ફળસ્વરૂપે આગામી માસમાં ૫૦ થી વધુ વ્યક્તિઓ યોગ ટ્રેનર તરીકે અને ૧૨૦ નાગરિકો યોગ સાધક તરીકે જોડાશે. આ ઉપરાંત, તાલુકામાં નવા ૫ નિઃશુલ્ક યોગ વર્ગો શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આગામી દિવસોમાં અન્ય તાલુકાઓમાં પણ આ જ રીતે યોગ શિબિરોનું શૃંખલાબદ્ધ આયોજન કરવામાં આવશે.