આંતલિયા ગ્રા. પંચાયત દ્વારા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ઉમળકાભેર પ્રોત્સાહન
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૨૬ ઃબીલીમોરા નજીક આંતલિયા ગ્રામ પંચાયતના સરપંચ જયેશ પટેલ અને પંચાયતના સદસ્યશ્રીઓ દ્વારા અસ્પી કન્યા વિદ્યાલય ખાતે ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓનું તિલક-ચંદન અને પુષ્પ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાજપના વિવિધ હોદ્દેદારો, અગ્રણીઓ અને કાર્યકર્તાઓની પ્રેરક ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને પરીક્ષાનો ભય ત્યજી પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પેપર લખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોઍ તમામ પરીક્ષાર્થીઓ જીવનમાં ઉચ્ચ શિખરો સર કરી ઉજ્જવળ ભવિષ્ય બનાવે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી, જેને પગલે શાળાના પરિસરમાં ઉત્સાહભર્યું અને મંગલમય વાતાવરણ સર્જાયું હતું.
