Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

માછીયાવાસણમાં ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ અપાઈ

માછીયાવાસણમાં ખેડૂતોને જીવામૃત બનાવવાની પ્રાયોગિક તાલીમ અપાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૨૬ ઃ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માછીયાવાસણ ગામે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા અમલસાડ ક્લસ્ટરના ૨૦૦ જેટલા ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતીના વિકલ્પ રૂપે પ્રાકૃતિક ખેતીના પાંચ આયામો વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પદ્ધતિ દ્વારા ખેતી ખર્ચમાં ઘટાડો કરી, જમીનની ફળદ્રુપતા વધારીને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

તાલીમ દરમિયાન ગીર ગાયનું ગોબર, ગૌમૂત્ર, ગોળ, ચણાનો લોટ અને માટીના મિશ્રણથી તૈયાર થતા જીવામૃત નું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાલુકા વ્ભ્પ્, કૃષિ સખી, ઘ્ય્ભ્ અને  પ્રવિણ ઉર્ફ  ભોજાભાઈ પટેલ હાજર રહ્ના હતા, જેમણે ખેડૂતોને ઘરઆંગણે જ ઉપલબ્ધ વસ્તુઓમાંથી ખાતર બનાવી સ્વાવલંબી ખેતી અપનાવવા પ્રેરણા આપી હતી.