Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

સોમનાથ ગ્રા.પં.માં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સોમનાથ ગ્રા.પં.માં કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૨૬ ઃ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અને દમણ ઍડવોકેટ્સ ઍસોસિઍશનના સંયુક્ત ઉપક્રમે સોમનાથ ગ્રામ પંચાયતમાં કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના વડા વર્ષિકા પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્ના હતા. શિબિર દરમિયાન, ઍડવોકેટ મયંક પટેલે ઉપસ્થિતો સાથે વાર્તાલાપ કર્યો અને વિવિધ આરોગ્ય અને કલ્યાણ યોજનાઓ વિશે માહિતી પૂરી પાડી. તેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, કૌશલ્ય ભારત મિશન અને પ્રધાનમંત્રી વંદન યોજના સંબંધિત યોજનાઓના લાભો અને પાત્રતા વિશે વિગતવાર સમજાવ્યું. ઍડવોકેટ માનસી પરમારે ડ્રગ ફ્રી ઈન્ડિયા ઝુંબેશ અને અન્ય સામાજિક કલ્યાણ યોજનાઓ વિશે માહિતી પૂરી પાડી હતી. ઍડવોકેટ નૃતિ રાઠોડે પીડિત મહિલાઓને ઉપલબ્ધ કાનૂની સહાય, સુરક્ષા જોગવાઈઓ અને માહિતી અધિકાર કાયદા હેઠળના અધિકારો પર પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમમાં, ફઞ્બ્ ના પ્રતિનિધિ અમોલ મેશ્રામે લોકોને બાળ લગ્નના ખરાબ પરિણામો અને તેને લગતી કાનૂની જોગવાઈઓ વિશે જાગૃત કર્યા. 

આ પ્રસંગે સરપંચ વર્ષિકા પટેલે જણાવ્યું હતું કે આવા કેમ્પ દ્વારા ગ્રામજનોને તેમના ઘરની નજીક કાનૂની સલાહ અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી મળે છે, જેના કારણે તેઓ તેમના અધિકારો પ્રત્યે જાગૃત થાય છે.