સેલવાસ જૈન દેરાસરનો સુવર્ણ જયંતિ મહોત્સવનો પ્રારંભ
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૬ ઃ સેલવાસ શહેરના મુખ્ય શ્રી જૈન દેરાસરે સ્થાપનાના ૫૦ વર્ષ પૂર્ણ કરતા સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી શરૂ કરી છે. સેલવાસ જૈન સંઘ દ્વારા આયોજિત આ બહુમુખી ધાર્મિક કાર્યક્રમ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. થાપના સમયે અહીં જૈન સમાજના માત્ર ૮થી ૧૦ પરિવારો રહેતા હતા, જ્યારે આજે આ સંખ્યા વધીને આશરે ૫૦૦ પરિવારો સુધી પહોંચી છે. વક્તાઓઍ જણાવ્યું કે સિલવાસાના વિકાસ સાથે જ જૈન સમાજની વસતિમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ મહોત્સવમાં સિલવાસા તેમજ દાદરા નગર હવેલી ઉપરાંત સુરત, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ સહિતના શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્ના છે. આચાર્ય મહારાજ, સાધુ-સાધ્વી મંડળની હાજરીમાં રોજ સવારે ૫-૬ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્ના છે। શહેરમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી.
૧૧ દિવસીય ધાર્મિક કાર્યક્રમ અંતર્ગત અંજનલશાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે.
આચાર્ય મહારાજ દ્વારા અંજનલશાકા વિધિ બાદ નવી પ્રતિમાની વિધિવત પ્રતિષ્ઠા કરવામાં આવશે। ત્યારબાદ નવ અંગ પૂજન સાથે પ્રતિમાને સદાકાળ માટે પૂજનીય સ્વરૂપ આપવામાં આવશે. સુવર્ણ જયંતિ નિમિત્તે ૫૧મું ધ્વજારોહણ પણ ઉજવાશે. દરરોજ હજારો ભક્તો સ્વામી વત્સલ્યનો લાભ લઈ રહ્ના છે. કાર્યક્રમ ૨૭મી તા. સુધી ચાલુ રહેશે.
