Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

વલસાડની દોલત-ઉષા કોલેજમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ

વલસાડની દોલત-ઉષા કોલેજમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૬ ઃ દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍપ્લાઇડ સાયન્સીસ ઍન્ડ ધીરૂ-સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઍન્ડ કોમર્સ, વલસાડ દ્વારા કોલેજ ખાતે તારીખ ૨૦/૦૨/૨૦૨૬ ના રોજ સ્પોર્ટ્સ ડે ની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભાનુ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું, જેમા ૧૦૦ મીટર દોડ, લાંબી કુદ, ગોળા ફેક, વિઘ્ન દોડ તેમજ કોલેજના સ્ટાફ મિત્રો વચ્ચે ક્રિકેટ મેચનુ આયોજન કરવામાં આવ્યું હતું, વિજેતા ટીમને ટ્રોફી અર્પણ કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને વિજેતા વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય ડો.સ્નેહલ કે. જોશી અને અધ્યાપક મિત્રો દ્વારા પ્રમાણપત્ર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, સમગ્ર કાર્યક્રમ ડો.ભાવિન પટેલ અને સ્પોર્ટ્સ કમિટીના સભ્યો દ્વારા આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.