Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

દમણમાં શ્રી અમર જયોત ઍજ્યુકેશન સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

દમણમાં શ્રી અમર જયોત ઍજ્યુકેશન સોસાયટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૨૬ ઃ શ્રી અમર જયોત ઍજ્યુકેશન સોસાયટીના સંસ્થાપક સ્વર્ગસ્થ નગીનદાસ ભગવાનદાસ શાહની વીસમી પુણ્યતિથિ નિમિત્તે Shreenathji BBA BCA B.Com College ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પવિત્ર પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન કુલ ૩૩ યુનિટ રક્ત ઍકત્રિત કરવામાં આવ્યું હતું, જે સમાજસેવામાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દમણ આરોગ્ય વિભાગના ડૉ. હેમીન અગ્રવાલ અને તેમની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. સમગ્ર પ્રક્રિયા સુવ્યવસ્થિત અને સલામત રીતે પૂર્ણ કરવામાં આવી હતી.કેમ્પના સફળ આયોજન બદલ સંચાલક મંડળ તરફથી કોલેજના આચાર્ય, સ્ટાફ સભ્યો, વિદ્યાર્થીઓ તેમજ દમણ આરોગ્ય વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવો સમાજોપયોગી કાર્યક્રમ સ્વર્ગસ્થ નગીનદાસ ભગવાનદાસ શાહની સેવા અને પરોપકારની ભાવનાને સાચી શ્રદ્ધાંજલિ સમાન ગણાયો હતો.