Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ધરમપુર જીલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાન શિક્ષકો માટે તાલીમ કાર્યશાળા સંપન્ન

ધરમપુર જીલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં વિજ્ઞાન શિક્ષકો માટે તાલીમ કાર્યશાળા સંપન્ન


ધરમપુર, તા. ૨૬ ઃ  જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ખાતે વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષકો માટે તારીખ ૨૩ અને ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ બે દિવસીય લ્વ્ચ્પ્ આધારિત વિજ્ઞાન શિક્ષણ તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ તાલીમ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ તાલીમ કેન્દ્ર, વલસાડ અને જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર,ધરમપુર ના સંયુક્ત ઉપક્રમે  યોજાયો હતો. જેમાં ૪૭ જેટલા શિક્ષકોઍ ભાગ  લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ શિક્ષકોને ધોરણ ૬થી ૮ ના વિજ્ઞાન અને ગણિતના અભ્યાસક્રમ આધારિત લ્વ્ચ્પ્ પ્રયોગ આધારિત અને રસપ્રદ પદ્ધતિઓ દ્વારા વિજ્ઞાન શિક્ષણ વધુ અસરકારક બનાવવાનો હતો. જેમાં ૨૦થી વધુ મોડેલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનો ઉપયોગ શિક્ષકો  શાળા માં ટીઍલઍમ તરીકે કરી શકશે  સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ ૧૨ કલાકની ગહન અને પ્રયોગાત્મક તાલીમ આપવામાં આવી. શિક્ષકોઍ આ તમામ મોડેલો સ્વયં તૈયાર કરીને વિજ્ઞાનના મૂળભૂત સિદ્ધાંતોને સરળ અને રસપ્રદ રીતે વર્ગખંડમાં રજૂ કરવાની પદ્ધતિઓ શીખી. જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડે જણાવ્યુ કે આ તાલીમ શિક્ષકો ને શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અને બેગ લેસ ડે માટે પુરતુ સાહિત્ય પૂરું પાડશે અને વર્ગખંડ માં શિક્ષક અને વિધ્યાર્થી  બંને માટે  વિજ્ઞાન વિષય ને મજેદાર બનાવશે.

કાર્યક્રમ દરમિયાન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વલસાડના પ્રાચાર્ય મહેન્દ્રભાઈ આર. પટેલ ઉપસ્થિત રહ્ના અને શિક્ષકોને પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું. વિજ્ઞાન સલાહકાર ડૉ. પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્ના. જિલ્લા વિજ્ઞાન અધિકારી પ્રજ્ઞેશ રાઠોડ તથા જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સાયન્સ કોમ્યુનિકેશન ટીમ — વિભૂતિ પટેલ, જેમીની પરમાર, દીપ પટેલ અને સાગર પટેલ — દ્વારા સમગ્ર તાલીમ દરમ્યાન તજજ્ઞ તરીકે સક્રિય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ સમગ્ર તાલીમ કાર્યક્રમનો હેતુ પ્રાથમિક શિક્ષકોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ વિકસાવવા, લ્વ્ચ્પ્ આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓમાં પ્રયોગાત્મક અભિગમ દ્વારા વિજ્ઞાન પ્રત્યે રસ જગાવવા હતો. કાર્યક્રમ અંતે શિક્ષકોઍ આવા તાલીમ કાર્યક્રમો ભવિષ્યમાં પણ આયોજિત કરવાની અપેક્ષા વ્યક્ત કરી અને આયોજકોનો આભાર માન્યો.