વલસાડ વૃદ્ધાશ્રમમાં હિન્દી વિચાર મંચ દ્વારા સેવાકીય શિબિર યોજાઈ
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ હિન્દી વિચાર મંચ ઍક ઍવો મંચ,જે હિન્દી સાહિત્ય અને ઍમની સેવા માટે કટિબદ્ધ છે, મંચ નો મૂળ મંત્ર પણ ભાવ-વિચાર અને સંસ્કૃતિ છે. દર મહીને ઍમને દ્વારા ઑનલાઈન કે ઑનલાઈન કાર્યક્રમો યોજાવામાં આવે છે,જે મૂળ રૃપે હિન્દી સાહિત્ય અને ઍમની વિવિધ વિદ્યાઓ નો પ્રચાર-પ્રસાર ઉપર આધારિત હોય છે. માત્ર આઠ વર્ષ નો ઍમનો અલ્પ કાર્યકાળ માં મંચ દ્વારા સાઠ જેવી મોટી સંખ્યા માં સારગર્ભિત કાર્યક્રમો યોજાયો છે,જે ઍમની-ઍમના મૂળ મંત્ર પ્રતિ પ્રતિબદ્ધતા દર્શાવે છે.ઍજ પુણ્યભાવ હ્લદય માં રાખી ને આ મહીને વરિષ્ઠ નાગરિકો પ્રતિ નિષ્ઠા,સેવાભાવ અને આ ત્યાજ્ય વર્ગ પ્રતિ પૂર્ણ સમ્માન પ્રદર્શિત કરતા મંચ દ્વારા ઍક અનેરો, માન-સમ્માન થી ભરપૂર અને હ્લદય માં શ્રદ્ધા રાખી ને વલસાડ આટાર ગામ સ્થિત વૃદ્ધાશ્રમ સંકુલ માં સમાજ થી વિખૂટે પડેલા,ઍકાકી જીવન જીતા અને વિચારોમાં વિષમતાઓ લેતા વૃદ્ધ/વૃદ્ધાઓ માટે મનોરંજક કાર્યકર યોજાવામાં આવ્યો. જેમાં મહાશિવરાત્રી પર્વ અને રંગો ના ત્યૌહાર હોળી નાં સંધી કાળ રૂપે ભજન-ગીતો પિરસવા માં આવ્યો. વરિષ્ઠ નાગરિકો માટે વિવિધ રોગો માટે ઍક્યૂપ્રેશર વિધી દ્વારા નિદાન અને સ્થલ ઉપરજ પ્રદર્શન અને કાર્યક્રમના અંતરૂપે ઍક અનોખી ગીત સંગીતની સ્પર્ધા યોજવામાં આવી. કાર્યક્રમ માં ૮૩ જેવી મોટી સંખ્યામાં વડીલો દ્વારા ભાગ લેવાયો હતો, સ્પર્ધામાં જીતનાર વિજેતાઓને ઈનામો પણ આપવામાં આવ્યા હતા. હિન્દી વિચાર મંચ આભાર માને છે, સૌપ્રત્યાંજ રહેતા વડીલો ના,વૃદ્ધાશ્રમ માં સેવા આપતા અલ્પા બેન ના,કેતુલ ભાઈ ના,મંચ ના પ્રણેતા ડૉ.નીલમ મૈગજીન, ઇન્જીનિયર સંજયભાઈ ગર્ગ, પૂર્વી બેન શાહ, જિગ્નેશ ભાઈ, રીના બેન, અનીતા બેન, રાશી બેન, ચંદન ભાઈ સરોજ, નિજ઼ામ શેખ, જયવન્તી બેન ગાંગુરડે અને મહેન્દ્ર ભાઈ પટેલ જી ના,જેના અથક પ્રયાસો થકીજ ઉપરોક્ત કાર્યક્રમ અભૂતપૂર્વ સફળતા ના સોપાને ચડ્યો.
