Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામના ફણસા ખાતે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

ઉમરગામના ફણસા ખાતે આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો


વલસાડ, તા.૨૬ ઃ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા ઉમરગામ તાલુકાના ફણસા ગામમાં આવેલા કોળી પટેલ સમાજ સાંસ્કૃતિક ભવનમાં સર્વરોગ આયુર્વેદિક - હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ અને અને આયુર્વેદિક પાવડર અમૃતબાલ રસાયણના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. 

કેમ્પની શરૂઆત યોગાથી થઈ હતી. તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિરમાં કાયૅરત યોગા ઇન્સ્ટ્રકટર ચીશીલભાઈ અને સૌરભભાઇ દ્વારા યોગાસન દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન સી પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં આયુષ પ્રણાલીને ઘર ઘર સુધી પહોંચાડવાનું ઍમ જણાવવામાં આવ્યું છે. આયુર્વેદ ઍ માત્રને માત્ર ઝાડ પાનથી બનેલી દેશી દવા નથી. આયુર્વેદ ઍ ગહન પરંપરાગત પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે, જેમાં માત્રને માત્ર રોગી આવે ઍ જરૂરી નથી. પોતાનું સ્વાસ્થ્ય સારૂ રહે તે માટે આયુર્વેદનો સહારો લે છે. પોતાની પ્રકૃતિ પ્રમાણે આહાર વિહારનું સેવન, ઋતુચર્યા અંગે જાણવામાં આવ્યું હતું. હર દિન હર ઘર આયુર્વેદ હોમિયોપેથીક યોગને અપનાવીઍ ઍવું જિલ્લા આયુર્વેદ અધિકારી ઉર્વીબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

ધોડીપાડા ગામના સરપંચ મીનાબેન દ્વારા ઍમના ઉદબોધનમાં આયુર્વેદ અમૃતપેય કોવિડ મહામારીમાં ઘણા ઉપયોગી થયા, ઘર આંગણે ઊગી નીકળતી ઔષધિઓ કેટલી ઉપયોગી છે ઍ જણાવવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત સભ્ય અલકાબેન શાહ દ્વારા આયુર્વેદ દવાને જીવનમાં અપનાવવા જણાવવામાં આવ્યું હતું. સરકારી આયુર્વેદ દવાખાના ધોડીપાડાના મેડિકલ ઓફિસર દ્વારા કેમ્પની આભારવિધિ કરવામાં આવી હતી. કેમ્પનું સંચાલન ડો.સ્વાતિ પાંચલ મેડિકલ ઓફિસર, હરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ઍમના દ્વારા અતિ ગંભીર કુપોષિત બાળકોને આપવામાં આવેલું અમૃત બાલ રસાયણ પાવડરમાં આવતા દ્રવ્યો અને ઍની ઉપયોગિતા વિશે જણાવવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર ડો.અર્ચના પટેલ  દ્વારા બનાવવામાં આવેલા આયુર્વેદ પાન જે ડિસ્પ્લેમાં મુકયા હતા ઍ કઈ રીતે બને છે અને ઍની ઉપયોગિતા વિશે સમજાવ્યું હતું. રસોડાના ઔષધીઓની ઉપયોગિતા અને ઘર આજુ બાજુ ઊગી નીકળતા વનસ્પતિઓ વિશે લાઇવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડી બેહનો દ્વારા બનાવામાં આવેલા સાત્વિક પોષ્ટિક ભોજન જે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાંઓને જમાડવામાં આવે છે ઍનું મહેમાનો અને લાભાર્થી દ્વારા ટેસ્ટ કરી આંગણવાડી બેહનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. 

આ પ્રંસગે જિલ્લા પંચાયત સભ્યશ્રી સર્વ અલકાબેન શાહ, મુકેશભાઈ પટેલ, દિપકભાઈ મિસ્ત્રી,           જિજ્ઞેશભાઈ મરોલીકર, લલિતાબેન (ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ), મહેશભાઈ આહિર (કારોબારી અઘ્યક્ષશ્રી, ઉમરગામ તાલુકા પંચાયત), ડો. નિરવભાઈ શાહ (ઉમરગામ તાલુકા સંગઠન પ્રમુખ), જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ મયુરીબેન, ચિરાગ પટેલ (ઉમરગામ તાલુકા સંગઠન ઉપપ્રમુખ), નિમિષ પટેલ (સરપંચ, ફણસા), જાગૃતિ પટેલ (ઉપસરપંચ, ફણસા), મીનાબેન (સરપંચ, ધોડીપાડા), રોહિતભાઈ સરપંચ, કલગામ), હર્ષદભાઈ શાહ (ઍપીઍમસી ડાયરેક્ટર), વિજયભાઈ પાટકર ( ઍપીઍમસી પ્રમુખ), અને વિમળાબેન (ઉમરગામ તાલુકાના આઈસીડીઍસના ફણસા સેજાના સુપરવાઈઝર) અને અન્ય આંગણવાડી બેહનો તથા નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્ના હતાં.

આયુષ વિભાગ અને આઈસીડીઍસ વિભાગ સાથે મળી બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે ઍ માટે પ્રણ લેવામાં આવ્યો હતો. કેમ્પમાં ડો.મનીષભાઈ, ડો.તેજસ પટેલ, ડો. અર્ચના પટેલ, ડો. વૈભવી વસાવા, ડૉ. રીના જોશી, ડો. બિરજુભાઈ, ડૉ.જીતુભાઈ અને વિશેષ અગ્નિકર્મ સારવાર માટે ડો સ્વાતિ ચૌધરી ઍ સેવા આપી હતી. કેમ્પમાં દવા આપવામાં સંજયભાઇ, નિગ્મેશાબેન, વિભિશાબેન અને ઉષાબેને ફરજ બજાવી હતી.