સરીગામ ઍસઆઈઍ ચૂંટણી જાહેર : ૧૩ ઉમેદવારો મેદાનમાં
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૬ ઃ સરીગામ ઈન્ડસ્ટ્રીયલ ઍસોસિઍશન (લ્ત્ખ્)ની ચૂંટણી પ્રક્રિયા હવે સત્તાવાર રીતે હાથ ધરાઈ છે. તા.૬/૩/૨૦૨૬ના રોજ ચૂંટણી યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી અને તે મુજબ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. શરૂઆતમાં કુલ ૨૨ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જ્યારે પ્રમુખપદ માટે ઉમેદવાર બિનહરીફ વિજેતા બન્યા હોવાનું જાહેર થયું હતું.
તા. ૨૧/૨/૨૦૨૬ના રોજ ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાની અંતિમ તારીખ હતી. ચકાસણી દરમિયાન ઍક ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જ્યારે ૮ ઉમેદવારોઍ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું હતું. પરિણામે હવે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં બાકી રહ્ના છે.
જો ઍક પણ ફોર્મ પરત ખેંચાત, તો ચૂંટણી વગર જ નવી બોડી રચાઈ જવાની શક્યતા હતી. કેટલાક વર્તુળોમાંથી બિનહરીફ બોડી બનાવવાના પ્રયત્નો થયા હોવાનું પણ ચર્ચાઈ રહ્નાં હતું, પરંતુ તે પ્રયત્નો નિષ્ફળ રહ્ના છે. હવે લોકશાહી ધોરણે મતદાન દ્વારા જ સભ્યોની પસંદગી થશે.
લ્ત્ખ્ ની આ ચૂંટણીને ઉદ્યોગકારોમાં વિશેષ રસ સાથે જોવામાં આવી રહી છે. સરીગામ ઉદ્યોગ વિસ્તાર માટે લ્ત્ખ્ ઍક મહત્વપૂર્ણ સંસ્થા છે, જે ઉદ્યોગકારોના હિતોની રક્ષા, વિકાસકાર્ય અને શાસકીય વિભાગો સાથે સંકલન જેવી મહત્વની જવાબદારીઓ નિભાવે છે.
મળતી માહિતી મુજબ, ઍક બોડી બનાવવા માટે ૧૨ ઉમેદવારોની જરૂરિયાત હોય છે. પંકજભાઈ રાયઍ જણાવ્યું હતું કે, ઍક બોડી માટે ૧૨ કેન્ડિડેટ જરૂરી છે, તેથી ચૂંટણી અનિવાર્ય બની છે. હાલ ૧૩ ઉમેદવારો મેદાનમાં હોવાને કારણે મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે અને મતદારો પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે.
આવતી કાલથી ઉમેદવારો પોતાના મતદારો સાથે સંપર્ક સાધી સમર્થન મેળવવા પ્રયત્નો શરૂ કરશે. વિવિધ ઉદ્યોગ ઍકમોમાં જઈને પોતાની યોજના, દ્રષ્ટિ અને કાર્યયોજના રજૂ કરી મતદાન માટે અપીલ કરશે. ચૂંટણીને લઈને ઉદ્યોગકારોમાં ઉત્સુકતા સાથે ચર્ચાઓ પણ તેજ બની છે.
સરીગામ લ્ત્ખ્ ની આ ચૂંટણી માત્ર પદ માટેની હોડ નથી, પરંતુ ઉદ્યોગ વિસ્તારના ભવિષ્ય અને વિકાસ સાથે સંકળાયેલો મહત્વપૂર્ણ નિર્ણય છે. લોકશાહી પદ્ધતિથી થતી આ ચૂંટણી દ્વારા પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવે સૌની નજર ૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ યોજાનારી મતદાન પ્રક્રિયા અને તેના પરિણામ પર ટકેલી છે. ચૂંટણીના પરિણામ બાદ નવી બોડી રચાઈ સરીગામ ઉદ્યોગ વિસ્તારના પ્રશ્નો અને વિકાસકાર્યોને ગતિ મળશે તેવી અપેક્ષા ઉદ્યોગકારોમાં વ્યક્ત થઈ રહી છે.
