તલવાડા નિરંકારી મિશન દ્વારા સ્વચ્છ અભિયાન હાથ ધરાયું
- byDamanganga Times
- 27 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૨૬ ઃ શ્રી સંત નિરંકારી મિશન તલવાડા દ્વારા અમૃત સ્વચ્છ જળંસ્વચ્છ મન, પ્રોજેક્ટ હેઠળ બાબા શ્રી હરદેવજીના ઉપદેશોથી પ્રેરિત થઈને આજે લાહ્નુભાઈ ભુરકુડ મુખીના વડપણ હેઠળ શૈલેષભાઈ, મોહનભાઈ, ગુલાબભાઈ, ધર્મકાંતજી સહિત તમામ મંડળ સભ્યો, તમામ મહિલાઓ બાળકોઍ સાથે મળીને ભીલાડ રેલ્વે સ્ટેશન, તળાવ અને સ્મશાનભૂમિમાં સવારે ૮ થી ૧૧ૅં૩૦ વાગ્યા સુધી સફાઈ અભિયાન હાથ ધર્યું. ત્રણેય સ્થળોઍ, ઘણા બાળકો સાથે કાર્યકરોઍ ઝાડુ, પોટા ફટકો મારીને પાણીથી ખૂબ જ સુંદર સફાઈ કરી. તળાવ માંથી કચરો કાઢી સફાઈ કરી, આ કાર્યક્રમ હેઠળ ભીલાડ પંચાયતના સરપંચ વૈશાલીબેન સાથે કપિલભાઈ જાદવ, ડે.સરપંચ કમલેશભાઈ કીતાવત, પંચાયત સભ્ય ચંદનબેન શાહ, સામાજિક કાર્યકર રાજેશભાઈ વારલી, સ્ણ્ભ્ વિભાગના વિશેષ પ્રમુખ અને સેલ્યુટ તિરાંગાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પિયુષભાઈ શાહ, ગૌતમભાઈ, દિનેશભાઈ, બાબુજી, દિપીનભાઈ, ડાહ્નાભાઈ બધાઍ સફાઈમાં સહયોગ સાથે જોડાયેલ, આ સાથે ભીલાડ પંચાયત સમિતિ દ્વારા તમામને બિસ્કિટ અને ભોજનની વ્યવસ્થા કરી દરેકને સેવા બદલ અભિનંદન આપ્યા, આ સુંદર સેવાઓ પૂરી પાડતા શુભેચ્છાઓ અને અભિનંદન આપવા વડિલ માતાજી ૅપદ્માવતીબેન કિતાવતે હૃદયપૂર્વકના આશીર્વાદ આપ્યા અને ભગવાન દરેકને તેમના સેવાકાર્યમાં સ્વસ્થ રહેવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરાઈ હતી.
