સરીગામમાં કોરોમંડલ ઇન્ટરનેશનલે શૈક્ષણિક માળખાને મજબૂત કર્યું
- byDamanganga Times
- 27 February, 2026
ઉમરગામ, તા.૨૬ ઃ ભારતના અગ્રણી ઍગ્રી-સોલ્યુશન્સ પ્રોવાઇડર્સ પૈકીના ઍક કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડે ગુજરાતના સરીગામ ખાતે શિક્ષણ અને પ્રારંભિક શિક્ષણને મજબૂત કરતી બે નવી પહેલો દ્વારા સમુદાય વિકાસ પ્રત્યેની તેની કટીબદ્ધતાને મજબૂત કરી છે.
કંપનીઍ તેની સીઍસઆર પહેલના ભાગરૂપે માણેકપુરમાં શ્રી સ્વામી વિવેકાનંદ હાઇસ્કૂલમાં સાયન્સ લેબોરેટરી અને ધોડીપાડામાં નવા આંગણવાડી કેન્દ્રનું ઉદઘાટન કર્યું છે. આ સુવિધાનો ઉદ્દેશ્ય જિજ્ઞાસા અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાનો તથા વિદ્યાર્થીઓ અને નાના બાળકોને સુરક્ષિત અને રસ-દ માહોલ ઉપલબ્ધ કરાવવાનો છે.
આ નવી સાયન્સ લેબોરેટરી ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં અભ્યાસનો પ્રેક્ટિકલ અનુભવ પૂરો પાડવા માટે સજ્જ છે, જેનાથી શાળા અને આસપાસના ગામના ૧,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને લાભ થાય છે. ધોડીપાડામાં આંગણવાડી કેન્દ્ર બાળપણમાં સંભાળ અને શિક્ષણને સપોર્ટ કરવા ડિઝાઇન કરાયું છે, જે રમત-ગમત આધારિત અભ્યાસ ઓફર કરે છે તેમજ નાના બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપતાં ન્યુટ્રિશન સેવાઓ પ્રદાન કરે છે.
આ પહેલ વિશે વાત કરતાં કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વડા જયગોપાલ ચાથુરે કહ્નાં હતું કે, ઙ્કઅમારું માનવું છે કે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને પ્રારંભિક અભ્યાસની ઍક્સેસ સમુદાયમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. જિજ્ઞાસા અને વિકાસના દરેક તબક્કાને પ્રોત્સાહન આપતી સંસ્થાઓને સપોર્ટ કરતા અમારા ઉદ્દેશ્ય સક્ષમ અને આત્મ-નિર્ભર સમાજમાં યોગદાન આપવાનું છે.
આ ઉદ્ઘાટન સમારોહમાં કોરોમંડલ લીડરશીપ ટીમના સિનિયર જનરલ મેનેજર અને યુનિટ હેડ, સરીગામ અને કોરોમંડલ સીઍસઆર વોલેન્ટિયર ટીમના સભ્યો સહિત કોરોમંડલ લીડરશીપ ટીમે હાજરી આપી હતી. તેમાં સમુદાયના અગ્રણીઓ અને મહાનુભાવોમાં ભૂતપૂર્વ ધારાસભ્ય રમણભાઈ પાટકર,માણેકપુર અને ધોડીપાડાના સરપંચો, શાળાના ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓનો સમાવેશ થતો હતો.
