Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ભીલાડ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાર્થીઅોને તિલક કરી પ્રવેશ કરાવ્યો

ભીલાડ સ્વામિનારાયણ સ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષાર્થીઅોને તિલક કરી પ્રવેશ કરાવ્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૬ ઃ આજરોજ ભિલાડ શ્રી સ્વામિનારાયણ સ્કુલ ખાતે લ્લ્ઘ્ બોર્ડ પરીક્ષા આપવા આવેલ ૧૨૨૫ વિધાર્થીઓને  સંત સ્વરુપદાસ સ્વામીજી, વિશ્વસ્વરુપ સ્વામીજીના સાનિધ્યમાં આશિર્વાદ સાથે સ્કુલના આચાર્ય હિનાબેન, પ્રતિમાબેનના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ પ્રમુખ ભરતભાઈ જાદવ, ઍમપીના સલાહકાર પ્રકાશભાઈ પટેલ, સામાજીક કાર્યકર અને વિહિપ વિભાગના વિશેષ પ્રમુખ પિયુષભાઈ શાહ, ભિલાડ સરપંચ વૈશાલીબેન કપીલભાઈ જાદવ, ડે.સરપંચ કમલેશભાઈ કિતાવત, પંચાયત સદસ્યો ચંદનબેન શાહ, પુષ્પાબેન નાયકા, કલ્પનાબેન પટેલ, ડહેલી સરપંચ પરભુભાઈ પાટકર, ગૌતમભાઈ કિતાવત, ઍસ.બી.વાલા બાબુજી, સર્વોદય મંડળ પ્રમુખ હિરેનભાઈ, હર્ષભાઈ, વિભાબેન પુનમિયા, રેખાબેન સાથે સ્કુલના શિક્ષકોઍ સહું બાળકોને કુમકુમ તિલક કરી સિંગદાણા, ખડાસાકર, ચોકલેટ સાથે મોહ મીઠું કરાવી પરીક્ષામાં સફળતા પ્રાના શુભેચ્છા અભિનંદન આપ્યાં  સહુ સાથે સ્વામીજીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આશીર્વાદ આપ્યા, ભરતભાઈ જાદવ અને પિયુષભાઈ શાહે શુભેચ્છા શબ્દો સાથે બેસ્ટ ઓફ લક સાથે શુભકામનાઓ આપવામાં આવી હતી.