Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

ઉમરગામમાં રોજગાર ભરતી મેળો યોજાયો

ઉમરગામમાં રોજગાર ભરતી મેળો યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા.૨૫ ઃ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન અને જિલ્લા રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે તા. ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ ઉમરગામ ખાતે રોજગાર ભરતીમેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં વિવિધ ઉદ્યોગો અને ક્ષેત્રોના કુલ ૨૧ પ્રતિષ્ઠિત નોકરીદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લેવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં કુલ ૨૧૧ ઉમેદવારો હાજર રહ્ના હતા, જેમાંથી ૧૭૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. યુવાનોને સ્થાનિક સ્તરે રોજગારની તક ઉપલબ્ધ થાય તે હેતુસર આયોજિત આ મેળો ખૂબ જ સફળ સાબિત થયો હતો.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે માનનીય  તાહિર વોરા (શ્ત્ખ્ સેક્રેટરી, ઉમરગામ),  અમૃતભાઈ પટેલ (શ્ત્ખ્ જોઈન્ટ સેક્રેટરી, ઉમરગામ) તથા સુશ્રી પારૂલબેન પટેલ (જિલ્લા રોજગાર અધિકારીશ્રી, વલસાડ) ઉપસ્થિત રહ્ના હતા. મહેમાનો દ્વારા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને આવા કાર્યક્રમો વધુ પ્રમાણમાં યોજવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. આ ભરતીમેળા દ્વારા અનેક યુવાનોને રોજગારની નવી તક પ્રા થઈ છે અને સ્થાનિક ઉદ્યોગોને યોગ્ય માનવશક્તિ મળી છે.