Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કાંજણહરીથી ભોમાપારડી માર્ગ પર દીપડો દેખાયો

કાંજણહરીથી ભોમાપારડી માર્ગ પર દીપડો દેખાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૫ ઃ વલસાડ  તાલુકાના કાંજણહરી અને ભોમાપારડી ગામને જોડતા મુખ્ય રસ્તા  પર અચાનક  ઍક દીપડો આવી ચડતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.

વલસાડ તાલુકાના ગામોમાં છેલ્લા કેટલાક  મહિના ઓ થી દીપડો વિસ્તારમાં જોવા મળતો હોય છે. દિપડો વિસ્તારમાં દે જોવા મળતા લોકો પોતાના ખેતરમાં કે આંબાવાડીમાં જતા ડરી રહ્ના છે. ક્યારે ફરીવાર વલસાડના કાંજણ હરી ગામ અને ભોમા પારડી ગામને જોડતા મુખ્ય રસ્તા પર ઍક દીપડો આવી ચડતા ત્યાંથી પસાર થતા વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલા ઍક કાર ચાલકે હિંમત દાખવીને રસ્તા પર લટાર મારતા દીપડાનો વીડિયો પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી લીધો હતો.

 જે અંગે  જાગૃત ગામજનો દ્વારા તાત્કાલિક ધોરણે વન વિભાગ ને  જાણ કરવામાં આવી છે. લોકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે વન વિભાગ વહેલી તકે આ વિસ્તારમાં પાંજરું ગોઠવી તેને પાંજરે પુરે તેવી  માંગ કરી છે.