વલસાડના કાંજણરણછોડમાં વૃધ્ધની હત્યા કરનારને સાત વર્ષની સજા
- byDamanganga Times
- 26 February, 2026
વલસાડ, તા. ૨૫ ઃ ૯ વર્ષ અગાઉ વલસાડના કાંજણ રણછોડ ગામના નાઇકીવાડ વિસ્તારમાં જૂની અદાવત ને લઈ લાકડાના ફટકા મારી હત્યા કરવાના કેસમાં વલસાડ ની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ ઍ બંને આરોપીને સાત વર્ષની કેદ અને ૩૦- ૩૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વલસાડ તાલુકાના કાંજણ રણછોડ ગામના નાઇકીવાડ માં ખાલપી બેન વારલી અનિલભાઈ અને દીકરી સાથે તા.૨૨/ ૦૯/૨૦૧૬ ના રોજ અનાજ દળવા જઈ રહ્ના હતા. તે દરમિયાન રસ્તામાં સુનિલભાઈ દશરથભાઈ નાયકાઍ રનીલભાઈ ના કારણે તેના પિતાનું અકસ્માતમાં મોત થયું છે. જેનો બદલો લેવા માટે લાકડી થી રનીલભાઈને બરડાના ભાગે ફટકો માર્યો અને ઝઘડો થાય તેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને અનાજ દળાવી પરત ઘરે આવી ગયાં હતાં.તે જ દિવસે રાત્રે આશરે ૮ કલાકે ખાલપીબેન વારલી ના ઘરે સુનીલભાઈ દશરથભાઈ નાયકા, પિન્કેશભાઈ દિપકભાઈ નાયકા, પંકજભાઈ મોહનભાઇ નાયકા, અને કપિલભાઈ વિનોદભાઈ નાયકા લાકડા સાથે ફરિયાદીના ઘરે ચઢી આવ્યા હતા. અને સુનીલભાઇ નાયકા તથા પંકજ નાયકાના હાથમાં લાકડા હતા અને સુનીલ નાયકા કહેતા હતા કે તારા પતિ ઍ મારા પીતા નું ઍક્સીડન્ટ કરી મારી નાખેલ છે જેથી હું બદલો લેવાનો છું અને તારા પતિ ને પણ મારી નાખીશ જોર જોરથી બોલતા પિતા બચુભાઈ ઘરમાંથી બહાર નીકળી દરવાજા પાસે ઓટલા ઉપર જઇ સુનીલને સમજાવવા જતા સુનીલે બચુભાઈ ને લાકડાના ફટકા મારવાનું ચાલુ કરી લાકડાના ફટકા માથાના ભાગે તથા પેટના ભાગે મારતા ઇજા થી લોહી નીકળવા તેઓ ઘરમાં નીચે પડી ગયા હતા. તે દરમ્યાન પંકજભાઇ મોહનભાઇ નાયકા ઍ લાકડું થી બચુભાઈને સપાટા મારવા લાગતા તેને અંકિત પિતાજીને છોડાવવા વચ્ચે પડતા તેને પણ સુનીલભાઇ તથા પંકજભાઇઍ લાકડાના ફટકા મારતા અંકિતને ડાબા હાથના ભાગે ઇજા થઈ હતી. ખાલપી બેન ના મમ્મી વચ્ચે પડતા તેને પણ પિન્કેશભાઇ દિપકભાઇ નાયકા તથા કપિલભાઇ વિનોદભાઇ નાયકા ઍ ઢીંકમુક્કીનો માર મારવા લાગ્યા અને પિતા બચુભાઈ ને માથામાંથી લોહી નીકળતા તેઓ નીચે પડી બેભાન થઈ ગયા હતા. જ્યારે આરોપીઓ ભાગી છૂટ્યા હતા. પીઝા પામેલા બચુભાઈને તાત્કાલિક ૧૦૮ ઍમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હોસ્પિટલ માં સારવાર અપાયા બાદ તેમને રજા અપાઈ હતી, પરંતુ તા. ૨૯/૦૯/૨૦૧૬ના રોજ ફરીથી તબિયત લથડતા અને ખેંચ આવતા તેમને દાખલ કરવામાં આવ્યા હતા. અંતે, તા. ૦૩/૧૦/૨૦૧૬ના રોજ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથા અને પેટના ભાગે થયેલી ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ થયું હોવાનું સાબિત થયું હતું. આ કેસ વલસાડની કોર્ટમાં ચાલતાં બન્ને પક્ષે દલીલો સંભાળ્યા બાદ ઍજીપી ભરત પ્રજાપતિ અને નવીન પ્રજાપતિ ની દલીલો ગ્રાહ્ના રાખી આરોપી ઇ.પી.કો.ની કલમ-૩૦૪ ભાગ-૨ મુજબના ગુનામાં ૭ વર્ષની સખત કેદની સજા અને ૩૦- ૩૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
