Damanganga Times.

Damanganga Times.

March 08, 2026

કેસલીમાં સ્કેનર ઇન્સ્ટોલના નામે છેતરપિંડી ઃ ત્રણ સામે ગુનો

કેસલીમાં સ્કેનર ઇન્સ્ટોલના નામે છેતરપિંડી ઃ ત્રણ સામે ગુનો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૨૫ ઃ ગણદેવી તાલુકાના કેસલી ગામે અનાજ-કરિયાણા વેપારી સાથે ઓનલાઇન પેમેન્ટ માટે નવું સ્કેનર લગાવી આપવાના બહાને રૂ.૧.૪૪ લાખની સાયબર છેતરપીંડીનો બનાવ સામે આવ્યો છે. ભોગ બનનાર વેપારીઍ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ અજાણ્યા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કેસલી ચાર રસ્તા નજીક દુકાન ચલાવતા રાજેન્દ્ર પ્રસાદ મુનેશ્વર મૌર્ય (૬૩) ગ્રાહકો પાસેથી ડિજિટલ ચુકવણી સ્વીકારવા માટે પેટીઍમ કંપનીનું સ્કેનર વાપરતા હતા, જે તેમની આઇડીબીઆઈ બેંકના ખાતા સાથે જોડાયેલું હતું. સ્કેનર બગડતા તેઓ મોબાઇલ ઍપ દ્વારા ચુકવણી સ્વીકારી રહ્ના હતા. ગત નવેમ્બર-૨૦૨૫ દરમિયાન મુકેશસિંગ તરીકે ઓળખ આપનાર અજાણ્યા શખ્સે ફોન કરી તમારા નામે નવું સ્કેનર આવ્યું છે, કોઈ ચાર્જ નથી, કહી વિશ્વાસમાં લીધો હતો. તે સમયે દુકાનદાર બહાર હોવાથી પત્ની લલીતાદેવી દુકાન સંભાળી રહી હતી. આરોપીઍ દુકાન પર આવી સ્કેનર ઇન્સ્ટોલ કરવાની આડમાં આધારકાર્ડ તથા ઍટીઍમ કાર્ડની વિગતો મેળવી બેંક ખાતામાંથી કુલ રૂ.૧,૪૪,૪૫૯ રકમ ટ્રાન્સફર કરી લીધી. ઘટનાની જાણ થતાં વેપારીઍ નવસારી જિલ્લા સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ માં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈટી ઍક્ટ અને છેતરપીંડી હેઠળ ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ યુઍલ મોદી કરી રહ્ના છે.