ભીલાડમાં શાંતિ સમિતિને બેઠક યોજાઈ
- byDamanganga Times
- 26 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૫ ઃ ભિલાડ પોલીસ સ્ટેશન ખાતે આજે સાંજે શાંતી સમિતિ ની બેઠક મળી, જેમાં આગામી તહેવારો હોલી ધૂલેટી અને ઈદે મિલાદ નિમિત્તે ભિલાડ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઇ ઍસ.ઍસ.પવારના અધ્યક્ષતામાં ઍલઆઈબીના હિમાંશુભાઈ, નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ વિશેષ શાંતિ સમિતિની મીટીંગ મળી હતી.
આ સાથે આવનાર બોર્ડ પરીક્ષામાં કોઈ પણ વિધાર્થીઓ ટ્રાફિક જામ વચ્ચે ફસાઈ જાય તો તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ૧૦૦ નં અથવા ૧૧૨ નં નો સંપર્ક કરી શકાય ઍવી રીતે દરેક સાથે મળીને આવનારા હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારો હોલી ધૂલેટી અને ઈદે મિલાદ નિમિત્તે સહુ ને શુભેચ્છા આપી સહું ના સાથ સહકારથી ધર્મ અને સંસ્કૃતિ માટે સહું સભ્યોઍ સાથે મળીને ભાઈચારાની ભાવના સાથે સહયોગ કરવાની ખાતરી આપી હતી.
