દાનહમાં ૫૦૦ વિદ્યાર્થીઅોને સાયબર રક્ષક બનાવાશે
- byDamanganga Times
- 26 February, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા.૨૫ ઃ જિલ્લામાં વધતી જતી સાયબર ઠગાઈ અને ઓનલાઈન આર્થિક ગુનાઓને ધ્યાનમાં રાખીને દાદરા અને નગર હવેલી જિલ્લા પોલીસે સાયબર રક્ષક પહેલ શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ નાગરિકોમાં સાયબર જાગૃતિ વધારવાનો અને યુવાનોની સક્રિય ભાગીદારી દ્વારા ડિજિટલ સુરક્ષા મજબૂત બનાવવાનો છે.
જિલ્લા પોલીસ વિવિધ શાળાઓ અને કોલેજોમાંથી ૫૦૦ વિદ્યાર્થીઓને સાયબર રક્ષક તરીકે તાલીમ આપશે. તાલીમ પ્રા વિદ્યાર્થીઓ સ્વયંસેવક તરીકે કામ કરીને જિલ્લામાં સાયબર ગુનાઓથી બચાવ અને ફરિયાદ પ્રક્રિયા અંગે જાગૃતિ ફેલાવશે. પ્રથમ તબક્કામાં ૫૦ વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક તાલીમ આપવામાં આવી છે. જિલ્લા પોલીસનું માનવું છે કે યુવાનોની સહભાગિતાથી સાયબર સુરક્ષા અંગે સમાજમાં જાગૃતિ વધશે.
પોલીસ દ્વારા નાગરિકોને ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। અજાણ્યા લિંક પર ક્લિક ન કરવું, શંકાસ્પદ ફાઈલ ડાઉનલોડ ન કરવી તેમજ બ્વ્ભ્, પાસવર્ડ, ઘ્સ્સ્ નંબર અથવા બેંક વિગતો કોઈ સાથે શેર ન કરવા સૂચના આપવામાં આવી છે. ડિજિટલ અટકાયત જેવી છેતરપિંડીથી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, કાયદા અમલકારી ઍજન્સીઓ વીડિયો કોલ દ્વારા પૈસા માંગતી નથી. સાયબર છેતરપિંડીની ઘટનામાં તરત જ ૧૯૩૦ હેલ્પલાઇન પર સંપર્ક કરવા અથવા રૂરૂરૂ.ણૂક્કણુફૂશ્વણૂશ્વજ્ઞ્ૃફૂ.િંંરુ.જ્ઞ્ઁ પર ફરિયાદ નોંધાવવા જણાવાયું છે. જિલ્લા પોલીસ નાગરિકોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવ્યું છે.
